android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : સસ્તા અનાજના દુકાનદારોનું મહત્તમ કમિશન 20 હજારથી વધારી 30 હજાર કરવા માગ, પુરવઠા મંત્રી સાથે બેઠક યોજાઇ

calendar_todayFebruary 9, 2026

Gandhinagar : સસ્તા અનાજના દુકાનદારોનું મહત્તમ કમિશન 20 હજારથી વધારી 30 હજાર કરવા માગ, પુરવઠા મંત્રી સાથે બેઠક યોજાઇ

રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારો દ્વારા કમિશન વધારવા સહિતની વિવિધ માંગણીઓ સાથે પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. દુકાનદારોની મુખ્ય માંગ છે કે હાલ મહત્તમ રૂ. 20 હજારનું કમિશન વધારી રૂ. 30 હજાર કરવામાં આવે.

એસોસિએશનની પુરવઠા મંત્રી સાથે બેઠક યોજાઈ

આ મુદ્દે સસ્તા અનાજના દુકાનદારોના એસોસિએશનની પુરવઠા મંત્રી સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન અનાજ વિતરણ માટે મળતું કમિશન હાલના રૂ. 1.5 રુપિયાથી વધારી રૂ. 3 કરવા માંગ ઉઠાવવામાં આવી.

લોગ-ઇન એક્સેસ પરિવારના કોઈ એક સભ્યને આપવા માગ

તે ઉપરાંત, દુકાનના સર્વર અને ડિજિટલ કામગીરી માટે જરૂરી લોગ-ઇન એક્સેસ પરિવારના કોઈ એક સભ્યને આપવા પણ દુકાનદારોએ માંગ કરી છે, જેથી કામગીરી સરળ બની શકે.

 બજેટ સત્ર પહેલા તેમની તમામ માંગણીઓ સ્વીકારાઇ જશે

બેઠક દરમિયાન પુરવઠા મંત્રીએ દુકાનદારોને આશ્વાસન આપ્યું હતું કે બજેટ સત્ર પહેલા તેમની તમામ માંગણીઓ સ્વીકારાઇ જશે આથી સસ્તા અનાજના દુકાનદારોમાં આશા જગાઈ છે કે આવનાર સમયમાં તેમની સમસ્યાઓનું નિરાકરણ આવશે.


આ પણ વાંચો-----    Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી