calendar_todayFebruary 17, 2026
Gandhinagar : રાજ્યમાં વર્ષ 2024-25 માં 1338 મહિલા અત્યાચારની અરજી, 50 ટકા મહિલા અત્યાચારની અરજી પર કાર્યવાહી પેન્ડિંગ
રાજ્ય મહિલા આયોગ દ્વારા વર્ષ 2024-25નો અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં મહિલા અત્યાચાર સંબંધિત ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.
અમદાવાદમાં મહિલા અત્યાચારની કુલ 1,338 અરજીઓ
અહેવાલ મુજબ, વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં મહિલા અત્યાચારની કુલ 1,338 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. આ પૈકી આશરે 50 ટકા અરજીઓ પર કાર્યવાહી હજી પેન્ડિંગ છે.
2023ની 703 અરજીઓ અગાઉથી જ પેન્ડિંગ હતી
વર્ષ 2023ની 703 અરજીઓ અગાઉથી જ પેન્ડિંગ હતી. આમ કુલ મળીને પેન્ડિંગ અરજીઓની સંખ્યા 2,041 સુધી પહોંચી ગઈ છે. આમાંથી 991 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 1,050 અરજીઓ અંગે મહિલા આયોગ દ્વારા કાર્યવાહી હાલ ચાલુ છે.
મહિલા સુરક્ષા અને ન્યાય પ્રક્રિયાની ઝડપ અંગે પ્રશ્નો
આંકડાઓને લઈને મહિલા સુરક્ષા અને ન્યાય પ્રક્રિયાની ઝડપ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. આયોગે જણાવ્યુ છે કે પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ કરવા માટે તંત્ર વધુ સક્રિય બનશે અને સંવેદનશીલ મામલાઓમાં પ્રાથમિકતા આપશે.
આ પણ વાંચો----- Gujarat Latest News Live : અમદાવાદ, વલસાડ, વડોદરા, ગાંધીનગર કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસનું ચેકિંગ શરુ