android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: વર્ષ - 2030 સુધીમાં ગિફ્ટ સિટી ખાતે એક લાખથી વધુ રોજગારી ઉભી થશે

calendar_todayMarch 29, 2026

Gandhinagar: વર્ષ - 2030 સુધીમાં ગિફ્ટ સિટી ખાતે એક લાખથી વધુ રોજગારી ઉભી થશે

ગિફટ સિટી વૈશ્વિક ઓળખ બનવા સાથે દેશનું પ્રથમ સંપુર્ણ આંતરરાષ્ટ્રીય નાણાંકીય અને આઈટી હબ તરીકે ઉભરી આવ્યું છે. જ્યાં આજે 1150થી વધુ રજીસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત છે. આગામી 2030 સુધઈમાં એક લાખથી વધુ રોજગારીનું અહીં સર્જન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગિફ્ટ સિટી એક રીતે દેશનું આર્થિક કરોડરજ્જુ પૂરવાર થયું છે.

ગિફ્ટ સિટીમાં બેંકીંગ ક્ષેત્રનો નોંધપાત્ર વિકાસ થયો છેજ્જે 106 બિલિયન સુધી પહોંચ્યો છે. વર્ષ 2020ની સરખામણીએ સાત ગણો વધારો થયો હોવાનું કહેવાય છે. કેપિટલ માર્કેટ પણ 80 બિલિયન સુધી પહોંચ્યું છે. દર મહિને એક્સચેન્જ ટર્નઓવર સતત 100 બિલિયનનો આંકડો પાર કરી રહ્યું છે. વૈશ્વિક મૂડી બજારોમાં દેશની સ્થિતીને વધુ મજબૂત બનાવે છે. સૌથી મહત્વમાં ગિફ્ટ સિટીનો વિકાસ માત્ર નાણાંકીય પ્રવૃત્તિઓ જ પુરતો જ સિમિત નથી, અહીં વિવિધ ક્ષેત્રે રોજગારીનું પણ સર્જન થાય છે. જેમાં કોમર્સિયલ, રેસિડેન્સિયલ, સંસ્થાકીય બાંધકામો માટે મોટાપાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણનું મોટું યોગદાન રહેશે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય પ્રકારની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જે અત્યાધુનિક છે. દેશમાં પ્રથમવાર અન્ડરગ્રાઉન્ડ યુટિલીટી ટનલ અહીં સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત ડિસ્ટ્રીક્ટ કુલિંગ સિસ્ટમ, ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન સહિતની ટકાઉ કામગીરી અહીં સુનિશ્ચિત કરવામાં આવી છે. ગિફ્ટ સિટી એક વિશ્વસનીય કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો