android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: સે-22 ખાતે શ્રી સાર્વજનિક ગણેશોત્સવમાં શ્રોતાઓએ સંગીતનું રસપાન કર્યું

calendar_todaySeptember 21, 2026

Gandhinagar: સે-22 ખાતે શ્રી સાર્વજનિક ગણેશોત્સવમાં શ્રોતાઓએ સંગીતનું રસપાન કર્યું

ગાંધીનગર । સે.22 ખાતે શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતી દ્વારા આયોજીત ભવ્ય ગણેશોત્સવ કાર્યક્રમમાં અંતિમ દિવસે શ્રોતાઓએ મેલોડી મેકર્સ બેન્ડ દ્વારા મ્યુઝિકલ નાઇટ સાથે હિન્દુ ફિલ્મના મનમોહક સંગીતનું રસપાન કરાવવામાં આવ્યુ હતું. આજના અંતિમ દિવસે આરતીમાં પરેશ પટેલ ડાયરેક્ટર કૃભકો, નાફેડ તથા એનસીસીએફ ન્યુ દિલ્હી, જિલ્લા સહકારી સંઘના ચેરમેન કોદરભાઇ પટેલ, ઉપરાંત જૈન સમાજ, મોદી સમાજ, બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમિતીના આજના કાર્યક્રમમાં સંગીતકાર ચિરાગ સોની અને ટીમના સાથી કલાકારો દ્વારા મ્યુઝિકલ નાઇઠ સાથે હિન્દી ફિલ્મના મનમોહક સંગીતનું રસપાન કરાવવામાં આવ્યુ હતું. કાર્યક્રમના કન્વનર અશ્વિન દવે, મુકેશ મારૂ, વૈભવ જાની દ્વારા મહેમાનોનું અભિવાદન કરાયુ હતું. સમિતીના અધ્યક્ષ નિશીત વ્યાસ અને સમગ્ર ગણેશોત્સવ સમિતીના સભ્યો દ્વારા નગરજનો અને ભાવિક ભક્તોના સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો