android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar :રાજ્ય સરકારે હેલિકોપ્ટર પાછળ કરોડો ખર્ચ્યા , રુ.29 કરોડ 84 લાખ 84,374નો નિભાવ ખર્ચ કર્યો

calendar_todayFebruary 19, 2026

Gandhinagar :રાજ્ય સરકારે હેલિકોપ્ટર પાછળ કરોડો ખર્ચ્યા , રુ.29 કરોડ 84 લાખ 84,374નો નિભાવ ખર્ચ કર્યો

રાજ્ય સરકારે હેલિકોપ્ટર સંચાલન અને જાળવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની માહિતી ગૃહમાં જાહેર થઈ છે. ગાંધીનગર ખાતે ચાલી રહેલી વિધાનસભાની કાર્યવાહી દરમિયાન આ મુદ્દે સવાલ ઉઠતા સરકાર દ્વારા વિગતવાર જવાબ આપવામાં આવ્યો હતો.

29 કરોડ 84 લાખ 84,374નો ખર્ચ

ધારાસભ્ય દિનેશ ઠાકોર દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે હેલિકોપ્ટર સંચાલન, નિભાવ અને જાળવણી માટે કુલ રૂ. 29 કરોડ 84 લાખ 84,374નો ખર્ચ કરવામાં આવ્યો છે.

હેલિકોપ્ટર સંચાલન માટે રૂ. 37 કરોડ 96 લાખનું બજેટ

સરકારે વધુમાં જણાવ્યું કે વર્ષ 2025-26 માટે હેલિકોપ્ટર સંચાલન માટે રૂ. 37 કરોડ 96 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. આ બજેટમાંથી ઇંધણ ખર્ચ, તકનિકી જાળવણી, પાયલોટ અને સ્ટાફના વેતન સહિતના ખર્ચનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો----    Gujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ..