calendar_todayJanuary 2, 2026
Gandhinagar: ગાંધીનગર એસટી ડેપોમાં 3.61 લાખ મુસાફરો વધતાં આવકમાં રૂપિયા 3 કરોડનો વધારો થયો
સલામત સવારી એસટી અમારી પર વિશ્વાસ મુકતા ગાંધીનગર ડેપોથી છેલ્લા એક વર્ષમાં 83.93 લાખથી વધારે મુસાફરોએ બસમાં મુસાફરી કરી છે.
2024માં ગાંધીનગર ડેપોમાં 80.32 લાખ મુસાફરો નોંધાયા હતા. જેમાં એક જ વર્ષમાં 3.61 લાખ મુસાફરોનો વધારો નોંધાયો છે. જેને પગલે આવકમાં પણ 3 કરોડ જેટલો વધારો થયો છે. 2024માં ગાંધીનગર ડેપોની 27.63 કરોડની આવક સામે 2025માં 30.06 કરોડને પાર પહોંચી છે. વર્ષ દરમિયાન ડેપોની 85 જેટલી બસોએ કુલ 1 કરોડ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. એટલે કે રાજ્યના પાટનગર ગાંધીનગરથી દેશની રાજધાની દિલ્હીના 10 હજારથી વધુ ફેરા થઈ શકે.
ગાંધીનગર એસટી ડેપોની સેવા, સ્વચ્છતાં અને સુવિધા અનેક રીતે રાજ્યના અન્ય ડેપોથી સારી ગણાણ છે. ત્યારે વર્ષ 2025માં ગાંધીનગર ડેપોથી 83,93,482 જેટલા મુસાફરોએ એસટીની સુવિધાનો લાભ લીધો હતો. મુસાફરોને લાવવા લઈ જવા માટે ડેપોની 85 જેટલી બસો વર્ષ દરમિયાન 1,03,10,078 કિલોમીટર દોડી હતી. જેને પગલે ગાંધીનગર ડેપોને ભાડાની કુલ 30,68,42,397 રૂપિયાની આવક થઈ હતી. એટલે ગાંધીનગર ડેપોથી દૈનિક એવરેજ 23 હજાર જેટલા મુસાફરો બસમાં મુસાફરી કરી હતી. જેમાંથી ડેપોને એવરેજ દરરોજ 8.40 લાખથી વધુની આવક થઈ હતી. તેમાં પણ તહેવારો દરમિયાન ડેપો દ્વારા રજાના દિવસોમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને મુસાફરો સુવિધા આપવાની સાથે રેગ્યુલર મુસાફરોમાં આવેલી ઘટ પૂરી કરે છે. એસટીના કર્મચારીઓ દિવસ-રાત જોયા વગર મુસાફરોની સુવિધા માટે કામગીરી કરે છે. તહેવારો દરમિયાન પણ પરિવારથી દૂર રહીને મુસાફરોને સમયસર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા ફરજ અદા કરે છે. 2024માં ગાંધીનગર ડેપોથી 80,32,042 જેટલા મુસાફરોએ એસટીની સુવિધાનો લાભ લીધો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો