android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: સે.5-13 ચોકડી પાસે પાણીની લાઈન તૂટી : હજારો લીટર પાણી વેડફાયું

calendar_todayApril 5, 2026

Gandhinagar: સે.5-13 ચોકડી પાસે પાણીની લાઈન તૂટી : હજારો લીટર પાણી વેડફાયું

ગાંધીનગર સેકટર-5-13 ચોકડી પાસે આજરોજ સવારે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા મહામુલુ પાણી રોડ પર ફરી વળ્યુ હતું. આ પાણીનો ફોર્સ એટલો હતોકે, થોડીવારમાં જ ચોકડી પાસેના બંને સાઇડના રોડ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ડિવાઇડર પણ પાણીમાં ડુબી ગયા હતા. અહિથી પસાર થતા વાહન ચાલકોને ભારે પરેશાનાનીનો સામનો કરવો પડયો હતો.

ઉલ્લેખનીય છેકે, અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે. એક તરફ જળસંગ્રહ અને પાણી બચાવ પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે ત્યારે જે પાણી ઘર સુધી પહોંચાડવામાં લિટરે ચારથી પાંચ રૂપિયાનો ખર્ચો થાય છે તેવુ ટ્રીટેટ પાણી રોડ પર વેડફાઇ રહ્યુ હતું. આજે સવારે બનેલી આ ઘટનાથી આ વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાય તેવી સ્થિતીનું નિર્માણ થયુ હતું. પાઇપલાઇન તુટી જતા આ સ્થિતી સર્જાઇ હતી. જે રીતે પાણીનો ફોર્સ બહાર નીકળ્યો હતો તે જોતા આ લાઇન મુખ્ય પાઇપલાઇન હોવાનું જણાઇ રહ્યુ હતું.

આ મામલે સબંધિત તંત્રને જાણ કરવામાં આવી હતી. પરંતુ પાણીનો ફોર્સ વધુ હોવાથી પાઇપલાઇનમાંથી પાણી રસ્તાની બંને સાઇડ ફરી વળ્યા હતા. રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. વાહન ચાલકોને અહિથી પસાર થવુ પણ મુશ્કેલ પડયુ હતું. આ ઘટનાની જાણ પાટનગર યોજના વિભાગને કરવામાં આવતા સબંધિત અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.રીપેરની જવાબદારી તેઓએ સંભાળી હતી. પ્રાથમિક તપાસમાં પાઇપલાઇન 45 વર્ષ જુની હોવાનું જણાયુ હતું. જે મેઇન ટ્રંક લાઇન તુટી તે 575 ડાયામીટરની છે. આ પ્રકારની પાઇપનું ઉત્પાદન હવે બંધ થઇ ગયુ છે. હાલ તંત્ર દ્વારા નવી લાઇન મંગાવવાની કાર્યવાહી હાથધરવામાં આવી છે. આ દરમિયાન લીકેજ બંધ કરવામાં આવ્યુ હતું. આ ભંગાણથી સેક્ટર-5 , 6 અને 13માં પાણી સપ્લાયને બે દિવસ સુધી અસર થવાની શક્યતા છે. જોકે, આજે મુખ્ય લાઇનમાં જ ભંગાણ પડતા હજારો લિટર પીવાના પાણીનો વ્યય થયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો