android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : રંગપુરમાં 500 લોકોની ક્ષમતા સાથેની અટલવાડી બનશે

calendar_todayOctober 5, 2026

Gandhinagar : રંગપુરમાં 500 લોકોની ક્ષમતા સાથેની અટલવાડી બનશે

રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ સામાજિક-ધાર્મિક કે અન્ય મેળાવડા માટે સુવિધા ઉભી કરવા માટે સરકાર દ્વારા અટલવાડી યોજના અમલમાં મુકેલી છે. જે અનુસંધાને ગાંધીનગર જિલ્લાના ગામોમાં આ દિશામાં કામગીરીનો પ્રારંભ થશે. જેમાં માણસા તાલુકાના રંગપુરમાં અટલવાડી મંજૂર થયા બાદ કામગીરી માટે ટેન્ડર સહિતની પ્રક્રિયા પણ કરી દેવાઈ છે. જેને પગલે આગામી દિવસોમાં રંગપુરમાં 60.52 લાખના ખર્ચે 45 બાય 11.50 મીટર એટલે 552 સ્ક્વેર મીટર એરિયામાં અટલવાડી તૈયાર થશે. જેમાં 500 જેટલા લોકોની ક્ષમતા રહેશે.

અટલવાડીમાં આર્ક-શેડ સહિત મોટો ઓપન હોલ, રસોડુ, શૌચાલય અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. યોજનાના પ્રાથમિક તબક્કે જે ગ્રામ પંચાયતમાં બે હજારથી વધુ વસ્તી ધરાવતી હોય ત્યાં અટલવાડીને મંજૂરી મળી છે. જેમાં ગ્રામ પંચાયતની ખુલ્લી જાહેર જગ્યા, પંચાયત દ્વારા નિર્ધારિત પ્લોટ, ગામના મુખ્ય મંદિર કે પ્રવાસન સ્થળની બાજુની જાહેર જગ્યાને પ્રાધાન્ય અપાય છે. જેનો મુખ્ય હેતુ સામાજિક, ધાર્મિક અને અન્ય મેળાવડા માટે ઉપયોગ સાથે કુદરતી આપત્તી સમયે શેલ્ટર હોમ તરીકે પણ તેનો ઉપયોગ થઈ શકશે. અટલવાડી માટે ગ્રામ પંચાયત દ્વારા 25 ટકા એટલે 14.41 ટકાનું અનુદાન આપવાનું રહે છે, જે લોકફાળો, દાતા, સાંસદ કે ધારાસભ્યની ગ્રાન્ટ, નાણાપંચમાં પણ ભંળોળ ઉભુ કરી શકાય છે. જે બાદ રાજ્ય સરકાર દ્વારા 75 ટકા એટલે 43.23 લાખનું અનુદાન આપવામાં આવે છે. આ સાથે પાંચ વર્ષ સુધી મરામત અને નિભાવણી માટે 2.88 લાખનું અનુદાન પણ સરકાર દ્વારા જ અપાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો