android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: ઘ-દોઢ પર મેનહોલ બેસી જતા 8 મીટરથી વધુ ઉંડો ભૂવો પડયો

calendar_todayJuly 26, 2026

Gandhinagar: ઘ-દોઢ પર મેનહોલ બેસી જતા 8 મીટરથી વધુ ઉંડો ભૂવો પડયો

ઘ-દોઢ ખાતે મેનહોલ બેસી જતાં રોડ ઉપર આઠ મીટરથી પણ વધુ ઉંડો ભૂવો પડયો છે. આ ભૂવો જોવા માટે ડોકાચિયું કરવા જાય તો ભલભલાની છાતીના પાટિયા બેસી જાય તેટલો ઉંડો છે. જો કોઈ અંદર ખાબકે તો ખબર પણ ના પડે. જૂની ગટર લાઈનનો મેનહોલ છે. જે વરસાદમાં ફસકી ગયો. પાંચ ગાડીઓ ગરકાવ થઈ જાય તેવો ઉંડો ભૂવો છે. તેવી જ રીતે સેક્ટર-3માં પણ મેનહોલ બેસી જતાં ભૂવો પડયો છે. આ બંને જોખમી વિસ્તારને હાલમાં મહાપાલિકા દ્વારા કોર્ડન કરવામાં આવી છે. કામગીરી શરૂ કરી છે, પરંતુ આટલા મોટા-ઉંડા ભૂવા રિપેર થતાં સમય લાગશે તેવું તંત્રનું કહેવું છે. અમદાવાદ જેવા ભૂવા હવે ગાંધીનગરમાં પણ દેખાવા લાગ્યા છે. અલબત્ત મહાપાલિકાએ ગત ચોમાસા જેવું પુનરાવર્તન ના થાય તેની ચોક્કસથી તકેદારી રાખી છે. ક્યાંક ક્યાંક સ્ટોર્મ વોટર લાઈન ધીરે કામ કરી રહી છે, તેની કેચપીટોની સફાઈ શરૂ કરાઈ છે. વરસાદ બાદ માટી અને કચરો હટાવવાનું શરૂ કરાયુ છે. સેક્ટર-5માં નાના-મોટા ભૂવા પડયા છે. કારણ અહીં હજુ હમણાં જ ગટર લાઈન નાંખવાનું કામ પૂરું થયું છે. આથી આ ચોમાસામાં અહીં જમીનમાં સેટલમેન્ટ થવાની શક્યતા હોવાથી તંત્ર નજર રાખી રહ્યું છે. જમીન સેટલમેન્ટ થયા પછી જ પાકો રોડ બની શકશે તેવું તંત્રનું કહેવું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો