android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : CCE અને TAT-S પરીક્ષા એક જ દિવસે હોવાથી ઉમેદવારોને મોટી રાહત, કોમન ઉમેદવારો માટે તારીખ બદલાશે

calendar_todaySeptember 14, 2026

Gandhinagar : CCE અને TAT-S પરીક્ષા એક જ દિવસે હોવાથી ઉમેદવારોને મોટી રાહત, કોમન ઉમેદવારો માટે તારીખ બદલાશે

ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષા અને શિક્ષણ વિભાગની TAT-S ભરતી પરીક્ષા એક જ દિવસે યોજાવાની હોવાથી ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બંને પરીક્ષામાં સામેલ થનારા કોમન ઉમેદવારોને રાહત આપવામાં આવશે.

20 સપ્ટેમ્બરે બંને પરીક્ષા

CCE અને TAT-S બંને પરીક્ષાઓ 20 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. જેના કારણે બંને ભરતીમાં અરજી કરનારા ઉમેદવારો સામે એકસાથે બે પરીક્ષામાં હાજર રહેવાની મુશ્કેલી ઊભી થઈ હતી.

કોમન ઉમેદવારોને જ મળશે લાભ

જે ઉમેદવારની 20 સપ્ટેમ્બરે CCE પરીક્ષા હોય અને તે જ દિવસે TAT-S પરીક્ષા પણ આવતી હોય, તેમની TAT-S પરીક્ષાની તારીખ બદલવામાં આવશે. જોકે, આ સુવિધાનો લાભ માત્ર બંને પરીક્ષામાં સામેલ થનારા કોમન ઉમેદવારોને જ મળશે.

CCE TAT-S Exam Date Change for Common Candidates

ઉમેદવારોને મોટી રાહત

બંને પરીક્ષાઓની તારીખ અથડાતી હોવાથી ઉમેદવારોમાં મૂંઝવણ અને ચિંતા જોવા મળી રહી હતી. હવે તારીખ બદલવાની વ્યવસ્થાથી કોમન ઉમેદવારોને બંને પરીક્ષામાં ભાગ લેવાની તક મળી શકશે. 


  આ પણ વાંચો  :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’