android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : CMએ સાણંદમાં બાઈક ચલાવ્યું, ચિલોડાથી યાત્રામાં ડે.CM સરદાર જન્મ સ્થળે પહોંચ્યા

calendar_todaySeptember 18, 2026

Gandhinagar : CMએ સાણંદમાં બાઈક ચલાવ્યું, ચિલોડાથી યાત્રામાં ડે.CM સરદાર જન્મ સ્થળે પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા- સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે 17 સપ્ટેમ્બરથી દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન શરૂ થયુ છે. તેના હેઠળ વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર એમ બૈ ઐતિહાસિક બાઈક સેવા યાત્રાનો આરંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સાણંદના નાની દેવતી ખાતે આ યાત્રાનુ સ્વાગત કરીને પ્રતિકાત્મક રીતે બાઈક ચલાવી યુવા કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે યુવા સંવાદ કાર્યક્રમમાં સૌને જોડાવવા અપિલ કરતા જળ સંચય, પ્રાકૃતિક ખેતી અને ઈનોવેશનથી વિકાસિત ગુજરાતથી વિકસિત ભારત 2047 સ્વપ્ન સાકાર કરવા જણાવ્યુ હતુ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શુક્રવારે સવારે ગાંધીનગરના ચિલોડાથી બાઈક ચલાવીને મહેમદાવાદ થઈને નડિયાદમાં સરદાર વલ્લભાઈ પટેલના જન્મ સ્થળ દેસાઈવાડે પહોંચ્યા હતા. મોડી રાતે વડોદરા પહોંચ્યા હતા. તેઓ ત્રણ દિવસ સુધી આ યાત્રામાં જોડાઈને યુવાનો, ઉદ્યમીઓ, દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે સંવાદ સાથે અભિયાનને આગળ વધારશે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માએ મોડાસામાં બાઈક ચલાવીને ખેડૂતો સાથે સંવાદ રચ્યો હતો. ઉલ્લેખનિય છે કે, બાઈક યાત્રા દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓના 1,159 ગામડાઓમાંથી પસાર થઈને 40 હજાર કિલોમીટરનું અંતર કાપશે. 10 અલગ અલગ રૂટ ઉપરથી પસાર થનારી યાત્રામાં 500 જેટલા સેવા યાત્રીઓની સાથે મંત્રીઓ પણ જોડાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો