android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagarમાં ‘દીવા તળે અંધારું’: DGP કચેરી બહાર જ જોવા મળ્યા ‘પોલીસ’ બોર્ડ અને બ્લેક ફિલ્મવાળા વાહનો!

calendar_todaySeptember 21, 2026

Gandhinagarમાં ‘દીવા તળે અંધારું’: DGP કચેરી બહાર જ જોવા મળ્યા ‘પોલીસ’ બોર્ડ અને બ્લેક ફિલ્મવાળા વાહનો!

રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સૌથી મુખ્ય એવી ગાંધીનગર સ્થિત DGP કચેરી (પોલીસ ભવન) બહાર જ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જે કચેરીમાંથી સમગ્ર ગુજરાતમાં કાયદાનું પાલન કરાવવાના આદેશો છૂટે છે, તે જ કચેરીના પરિસરમાં ખાખી વર્દીધારીઓ અને કર્મચારીઓ દ્વારા નિયમોની ધજાગરા ઉડાડવામાં આવી રહી છે. સરકારી તેમજ ખાનગી વાહનોમાં કાળા કાચ (બ્લેક ફિલ્મ) અને ગેરકાયદેસર રીતે 'પોલીસ' લખેલા બોર્ડ લગાવીને વાહનો ફેરવવામાં આવી રહ્યા છે, જે સામાન્ય નાગરિકો માટે ભારે આશ્ચર્ય અને આક્રોશનો વિષય બન્યો છે.

Violation of rules in Gandhinagar DGP office

ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓનો અનાદર

સુપ્રીમ કોર્ટ અને વાહન વ્યવહાર વિભાગના સ્પષ્ટ આદેશો હોવા છતાં, DGP કચેરી ખાતે ફરજ બજાવતા અનેક કર્મચારીઓ પોતાના વાહનોમાં કાળા કાચ રાખીને ફરે છે. આટલું જ નહીં, અનધિકૃત રીતે વાહનો પર 'પોલીસ' કે 'ગવર્નમેન્ટ ઓફ ગુજરાત' જેવા બોર્ડ લગાવીને રોફ જમાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ખુદ DGP દ્વારા અગાઉ કડક અમલવારી માટે સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ આ ઉચ્ચ આદેશોનું પાલન કરવામાં કચેરીના જ કર્મચારીઓ નિષ્ફળ નીવડ્યા છે. વડાની આંખ સામે જ થતાં આ ઉલ્લંઘનથી પોલીસ તંત્રની શિસ્ત સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે.

Violation of rules in Gandhinagar DGP office

પરિપત્રો માત્ર કાગળ પર: કડક કાર્યવાહીની માંગ

અગાઉ પણ આવાં ગેરકાયદેસર બોર્ડ અને બ્લેક ફિલ્મ દૂર કરવા માટે અસંખ્ય પરિપત્રો જારી કરવામાં આવ્યા છે, પરંતુ આ તમામ સૂચનાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેમ જણાય છે. સામાન્ય જનતા જો આ પ્રકારનું ઉલ્લંઘન કરે તો સ્થળ પર જ દંડ ફટકારતી પોલીસ પોતાના જ કર્મચારીઓ સામે આંખ આડા કાન કરી રહી છે. "કાયદો સૌના માટે સરખો" હોવો જોઈએ તેવા નીતિવાક્યનો અનાદર થઈ રહ્યો છે. હવે એ જોવું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ પોતાના કર્મચારીઓ સામે દાખલારૂપ દંડાત્મક કાર્યવાહી કરે છે કે પછી આ મુદ્દો પણ દર વખતની જેમ ઠંડા કલેવરે સમેટી લેવાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો