android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar માં ‘સૂર્ય નમસ્કાર અને ધ્યાન’ સત્ર યોજાયું,ભારતીય સંસ્કૃતિ અપનાવવા GenZને DyCMનું આહ્વાન

calendar_todayJanuary 1, 2026

Gandhinagar માં ‘સૂર્ય નમસ્કાર અને ધ્યાન’ સત્ર યોજાયું,ભારતીય સંસ્કૃતિ અપનાવવા GenZને DyCMનું આહ્વાન

નવા વર્ષની શરૂઆતમાં આજે સવારે ગાંધીનગરમાં વિશેષ “સૂર્ય નમસ્કાર અને ધ્યાન” સત્ર યોજાયું, જેમાં દેશભરમાં અને વિદેશમાં રહેલા લોકો સોશિયલ મીડિયા માધ્યમથી જોડાયા અને સૂર્ય નમસ્કાર કર્યા હતા.

GenZને ભારતીય સંસ્કૃતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા

 ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી પણ આ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા અને GenZને ભારતીય સંસ્કૃતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે, “2026 ગુજરાત માટે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું વર્ષ બની રહેશે.” તેમજ નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર કરીને 1 જાન્યુઆરી 2027માં ‘ઓમ સૂર્ય નમસ્કાર’* માટે વિશ્વ રેકોર્ડ બનાવવાની યોજનાનું આહ્વાન કર્યું.

આપણે પોતાની સંસ્કૃતિના ઐતિહાસિક મુલ્યને જીવંત રાખવું જોઈએ

કાર્યક્રમ માટે યોગ બોર્ડના ચેરમેનને અભિનંદન આપતાં DyCM હર્ષભાઈએ જણાવ્યું કે, પશ્ચિમી દેશોમાં નવા વર્ષની ઉજવણી થાય છે, ત્યારે આપણે પોતાની સંસ્કૃતિના ઐતિહાસિક મુલ્યને જીવંત રાખવું જોઈએ.

તમામ નાગરિકોને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું

સવારે 7થી 8 કલાકે યોજાયેલા આ  કાર્યક્રમમાં લાખો લોકો એકસાથે જોડાયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈ યુવાધનને પ્રોત્સાહન આપ્યું. સહભાગી થનાર તમામ નાગરિકોને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું.


આ પણ વાંચો----    LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો