calendar_todayJanuary 2, 2026
Gandhinagar: મહાત્મા મંદિર ખાતે GSRTCનો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, 4,700થી વધુ યુવાનોને મળી નોકરી
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક ભવ્ય નિમણૂંક પત્ર એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના હજારો યુવાનોને સરકારી નોકરીની ભેટ મળી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના પરિવહન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે મોટા પાયે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતીના ભાગરૂપે આજે મહાત્મા મંદિર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કુલ 4,742 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે.
મંત્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ
આ ગરિમામય સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણ માળી ખાસ ઉપસ્થિત રહ્યા છે. મંત્રીઓના હસ્તે પ્રતિકાત્મક રીતે ઉમેદવારોને નિમણૂંક પત્રો સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને નિગમની સેવામાં નિષ્ઠાપૂર્વક જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.આ પણ વાંચો:મંદિરમાં સોનું દાન કરવાના બહાને સોની વેપારી સાથે 13.47 લાખની છેતરપિંડી