android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: ગુજરાત સરકારનો વહીવટી નિર્ણય, IAS રતનકંવર ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી)નો વધારાનો હવાલો

calendar_todayJanuary 15, 2026

Gandhinagar: ગુજરાત સરકારનો વહીવટી નિર્ણય, IAS રતનકંવર ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી)નો વધારાનો હવાલો

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત જાહેરનામા અનુસાર, રાજ્યના આરોગ્ય વિભાગના માળખામાં કામચલાઉ વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. 2009ની બેચના IAS અધિકારી ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને નવી જવાબદારી સોંપવામાં આવી છે.

વધારોનો હવાલો અને જવાબદારી

ડૉ. રતનકંવર ગઢવીચરણ હાલમાં આરોગ્ય કમિશનર (ગ્રામીણ) અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) ના મિશન ડિરેક્ટર તરીકે કાર્યરત છે. સરકારના નવા આદેશ મુજબ, હવે તેઓ આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળશે.આ વ્યવસ્થા ત્યાં સુધી અમલમાં રહેશે જ્યાં સુધી 2003ની બેચના IAS અધિકારી ડૉ. સંધ્યા ભુલ્લર ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેની પોતાની ફરજો વિધિવત રીતે સંભાળી ન લે.

આદેશની પ્રક્રિયા

આ આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે સામાન્ય વહીવટ વિભાગના અંડર સેક્રેટરી જૈમન શાહ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ ફેરફારની નકલ મુખ્યમંત્રી કાર્યાલય (CMO), મુખ્ય સચિવ, અને આરોગ્ય મંત્રી સહિતના તમામ સંબંધિત વિભાગોને જાણ અર્થે મોકલી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ફ્લાવર શોમાં જનરલ મુલાકાતીઓ માટે સમય વધારાયો, હવે રાત્રે 10 વાગ્યા સુધી મળશે પ્રવેશ