android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના આજની સ્થિતિએ 12 જિલ્લાના 21 તાલુકાના 667 ગામોમાં હાલ આ યોજના કાર્યરત

calendar_todayFebruary 26, 2026

Gandhinagar News : મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના આજની સ્થિતિએ 12 જિલ્લાના 21 તાલુકાના 667 ગામોમાં હાલ આ યોજના કાર્યરત

ગ્રામ પંચાયત દ્વારા ડોર–ટુ - ડોર કચરાના કલેક્શન અને જાહેર જગ્યાઓની સફાઈ માટે એજન્સી નક્કી કરી, એકત્રિત થયેલ કચરાને નક્કી કરેલ ડમ્પીંગ સાઇટ પર ઠાલવવો તથા સબંધિત તાલુકા દ્વારા એજન્સી નક્કી કરી આ રીતે ભેગો થયેલ કચરો એજન્સી મારફતે દરેક ગામોમાંથી એકત્રિત કરી નજીકની નગરપાલિકા/મહાનગરપાલિકાના પ્રોસેસિંગ યુનિટ (ડમ્પિંગ સાઈટ) પર પહોંચાડવા સંબંધિત કામગીરી.

અર્બન ઓથોરીટી RUDA,GUDA,VUDAમાં સદર યોજના કાર્યરત છે

ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા સ્તર ઊંચું લાવવા અને આરોગ્યમાં સુધારો લાવવાનો મુખ્ય હેતુ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઉપલબ્ધ અસ્ક્યામતો અને વાહનોની મરામત તથા નિભાવ માટે પ્રોત્સાહન અટલવાડી યોજના–ગ્રામ્ય સ્તરે સામૂહિક સશક્તિકરણનું નવું કેન્દ્ર.

વર્ષ 2026-27 માટે રૂ.60 કરોડની બજેટ જોગવાઈ

ગ્રામ્ય કક્ષાએ સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ કરાવવાનો હેતુ ગામની વાડી તરીકે વિકસાવવામાં આવતું સ્થળ ગ્રામજનો માટે એકતા, સંવાદ અને સંસ્કૃતિનું કેન્દ્ર બનશે ગામસ્તરે સામૂહિક પ્રવૃત્તિઓ માટે સશક્ત માળખાકીય સુવિધા ઉભી કરવાનો પ્રયાસ, ગ્રામ્ય સ્તરે સામૂહિક માળખાકીય સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું.


આ પણ વાંચો : Gandhinagar News : રાજયના યાત્રાધામના વિસ્તારોને ગ્રીન અને વીજ સલામત ઝોનમાં વિકસિત કરવા માટે રૂ.100 કરોડની જોગવાઈ