calendar_todayMarch 23, 2026
Gandhinagar News : અડાલજ-કલોલ ક્રોસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે અકસ્માતમાં 2ના મોત
અડાલજ કલોલ ક્રોસ રોડ પર અકસ્માતની ઘટના બની છે જેમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા અકસ્માત થયો હતો અને અજાણ્યા વાહનની ટક્કરથી બેના ઘટનાસ્થળે મોત થયા છે, અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થયો છે અને અડાલજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અડાલજ-કલોલ ક્રોસ રોડ પર અકસ્માતની ઘટના
ગાંધીનગરના અડાલજ-કલોલ ક્રોસ રોડ પર અકસ્માતની ઘટના બની છે જેમાં બાઈક પર સવાર 2 લોકોના મોત થયા છે, સારવાર મળે તે પહેલા મોત થયા છે. અડાલજથી કલોલ તરફ જવાના હાઇવે પર રાત્રિના સમયે અજાણ્યો વાહન ચાલકે બાઈક ટુ વ્હીલર ઉપર જતા બે વ્યક્તિને ટક્કર મારતા ઘટના આ ઘટના બની હતી, પોલીસે ઘટના સ્થળે જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, અને અકસ્માત જે જગ્યાએ બન્યો છે તે જગ્યાની આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.
વાહન ચાલક વિરુદ્ધમાં પોલીસે કાર્યવાહી હાથધરી
પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, મૃતકો મૂળ કયાંના વતની છે તે માહિતી હાલ સામે આવી છે, પોલીસે અકસ્માત સર્જનારની શોધખોળ શરૂ કરી છે, મોડી રાત્રે આ અકસ્માત થયો હોવાથી પોલીસ માટે આરોપી સુધી પહોંચવું થોડું અઘરૂ બની શકે છે.