android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : બજેટ 2026-27 ની તૈયારીઓ શરૂ, CM ભૂપેન્દ્ર પટેલનો વિભાગવાર બેઠકોનો ધમધમાટ

calendar_todayJanuary 7, 2026

Gandhinagar News : બજેટ 2026-27 ની તૈયારીઓ શરૂ, CM ભૂપેન્દ્ર પટેલનો વિભાગવાર બેઠકોનો ધમધમાટ

વર્ષ 2026-27ના આગામી બજેટને આખરી ઓપ આપવા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આ બેઠકોમાં મુખ્યમંત્રી દ્વારા અલગ-અલગ વિભાગોની કામગીરી અને આગામી વર્ષ માટેના નાણાકીય આયોજનની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી રહી છે. નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાઈ રહેલી આ બેઠકોમાં માર્ગ-મકાન વિભાગ અને પાણી પુરવઠા જેવા પાયાના માળખાગત વિભાગો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે બજેટમાં કયા ક્ષેત્રોને અગ્રતા આપવી તે અંગે આ બેઠકોમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર બેઠકનો દોર

આ બજેટલક્ષી સમીક્ષામાં નર્મદા, આદિજાતિ વિકાસ, કૃષિ અને મહિલા તથા બાળ કલ્યાણ વિભાગના પ્રોજેક્ટ્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ વિભાગીય સચિવો પાસેથી અત્યાર સુધીના ખર્ચ અને નવી સૂચિત યોજનાઓનો અહેવાલ મેળવ્યો છે. ખાસ કરીને ખેડૂતોના કલ્યાણ અને મહિલા સશક્તિકરણ માટેની નવી જોગવાઈઓ બજેટમાં ઉમેરાય તેવી શક્યતા છે. સરકારનું લક્ષ્ય આગામી બજેટને પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બનાવવાનું છે, જેથી છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી શકાય.

આ પણ વાંચો : Surendranagar News : માલવણ-અમદાવાદ હાઈવે પરથી દેશી બંદૂક સાથે વિજાપુરનો યુવાન ઝડપાયો