calendar_todayMarch 27, 2026
Gandhinagar News: 31 ડેપ્યુટી કલેક્ટર અને 12 મામલતદારોની બદલીનો આદેશ, 32 નાયબ મામલતદારોને બઢતી
ગુજરાતમાં જિલ્લાઓમાં વિકાસ કામો માટે અગાઉ સરકારે પ્રભારી સચિવોની નિમણૂક કરી હતી. આ સચિવો દ્વારા જિલ્લામાં થતાં વિકાસ કામોની સમીક્ષા કરવાની હતી. પરંતુ હાલમાં વહીવટી કારણો સર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થતાં પ્રભારી સચિવોની બદલી અને બઢતીનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 21 પ્રભાવી સચિવોની ફેરબદલીનો આદેશ આપ્યો છે.
રાજ્યમાં 31 ડેપ્યુટી કલેક્ટરોની બદલી
બીજી તરફ રાજ્યમાં 31 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગે બદલીના આદેશો કર્યાં છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં પણ IT સંવર્ગના 41 અધિકારીની આંતરિક બદલી કરવામાં આવી છે. અધિકારીઓને તેમના વિભાગ સિવાયની પણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે અન્ય બોર્ડ અને કોર્પોરેશનની પણ કામગીરી કરવાની રહેશે.
12 મામલતદારની જાહેર હિતમાં બદલી
રાજ્ય સરકારે મહેસૂલ સંવર્ગમાં પણ બદલીના આદેશ આપ્યા છે. 12 મામલતદારની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. જ્યારે 32 નાયબ મામલતદારની મામલતદાર તરીકે બઢતી કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લામાં નિમણૂક કરવામાં આવેલા 21 પ્રભારી સચિવોની નિમણૂકમાં ફેરફાર કર્યો છે. કેટલાક અધિકારીઓની બદલી કરાઈ છે જ્યારે કેટલાક જિલ્લામાં પ્રભારી બદલાયા છે. સામાન્ય વહિવટ વિભાગે બદલી અને બઢતીનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ Agriculture News: રાજ્ય સરકાર બાજરી અને જુવાર સહિત મકાઈની ટેકાના ભાવે ખરીદી કરશે