calendar_todayMay 14, 2026
Gandhinagar News: ગુજરાત સરકારનો શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય, નવી શાળાઓ અને રિનોવેશન માટે 330 કરોડ મંજૂર, 242 શાળાઓનું બદલાશે ભાગ્ય!
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી શાળાઓને આધુનિક અને સુવિધાસજ્જ બનાવવાના હેતુથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નવી શાળાઓના બાંધકામ, નવા રૂમોના નિર્માણ અને જૂની શાળાઓના રિનોવેશન માટે રૂ. 330 કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.
242 શાળાઓને મળશે નવું રૂપ
સરકારના આ નિર્ણયથી રાજ્યની કુલ 242 સરકારી શાળાઓમાં વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવશે. આ ફાળવણી અંતર્ગત જે શાળાઓમાં ઓરડાઓની ઘટ છે, ત્યાં નવા રૂમ બનાવવામાં આવશે, તેમજ જર્જરિત હાલતમાં રહેલી શાળાઓનું રિપેરિંગ અને રિનોવેશન કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભણવા માટે સુરક્ષિત અને શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવાનો છે.
242 શાળાની યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો!
શિક્ષણ વિભાગનો વ્યૂહાત્મક નિર્ણય
રાજ્ય શિક્ષણ વિભાગે આ રકમની ફાળવણી એવી શાળાઓ માટે કરી છે, જ્યાં પ્રાથમિક સુવિધાઓ વધારવાની તાતી જરૂરિયાત છે. આ અંતર્ગત ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોની શાળાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નવા ઓરડાઓ બનવાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની અને ડ્રોપ-આઉટ રેશિયો ઘટવાની આશા શિક્ષણવિદો સેવી રહ્યા છે.
આધુનિક સુવિધાઓ પર ભાર
માત્ર ઈંટો અને સિમેન્ટનું બાંધકામ જ નહીં, પરંતુ શાળાઓમાં બાળકોને આધુનિક શિક્ષણ મળી રહે તે રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ રાજ્ય સરકાર શાળાઓનો કાયાકલ્પ કરી રહી છે, તે દિશામાં આ વધુ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો - Gandhinagar સચિવાલયમાં 'વર્ક ફ્રોમ હોમ'ની ગુંજ, કર્મચારી મંડળે CMને પત્ર લખી કરી આ ખાસ માગ