calendar_todayApril 21, 2026
Gandhinagar News : ગુજરાત ATSને મળી વધુ એક સફળતા
ગુજરાત ATSના SP કે સિદ્ધાર્થે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, એટીએસ દ્વારા એન્ટી રેડિક્લાઈઝેશન ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન બે શંકાસ્પદ યુવકોની ધરપકડ કરાઈ છે. મુંબઈનો મુર્શિદ શેખ અને સિદ્ધપુરના ઈરફાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. આ બંનેની વિચારધારા રેડિકલ છે. એટીએસ દ્વારા પહેલા ઈરફાનને પુછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. આરોપી અનેક વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ સાથે જોડાયેલો હતો. આ બંને આરોપીઓ આતંકી સંગઠન ISIS અને અન્ય તત્વો સાથે સંપર્કમાં હતાં. ગઝવા એ હિંદ બનાવવાનો આ લોકોનો પ્લાન હતો.
આરોપીઓ ઈન્ડિયા વિરુદ્ધ ષડયંત્ર માટે કામ કરતાં
ATSના SP કે સિદ્ધાર્થે વધુમાં કહ્યું હતું કે, આ બંને આરોપીઓ ઈન્ડિયા વિરુદ્ધ ષડયંત્ર માટે કામ કરતાં હતાં. આરએસએસ અને રાજકીય નેતાઓને મારવાનો પ્લાન હતો. મુર્શિદ આવા ગ્રુપમાં જોડાયેલો હતો. બંને જણા છેલ્લા 5 થી 6 મહિનાથી સક્રિય હતા. આરોપી ઈરફાન MSC કેમેસ્ટ્રી ભણેલો છે. જ્યારે મુર્શિદ 9મા ધોરણ સુધી ભણેલો છે. તે બિરિયાનીની દુકાનમાં કામ કરે છે. તેની આવી માનસિકતા સોશિયલ મીડિયાથી બની હતી. બંને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.