android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : કમલમમાં વિજયોત્સવ, મહારાષ્ટ્ર અને BMC માં ભાજપની જીતની ગુજરાતમાં ભવ્ય ઉજવણી

calendar_todayJanuary 16, 2026

Gandhinagar News : કમલમમાં વિજયોત્સવ, મહારાષ્ટ્ર અને BMC માં ભાજપની જીતની ગુજરાતમાં ભવ્ય ઉજવણી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ખાસ કરીને મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર વિજયનો ગુંજારો હવે ગુજરાતમાં પણ સંભળાઈ રહ્યો છે. મુંબઈમાં લાંબા સમયથી ચાલી આવતા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના શાસનનો અંત આવતા અને ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા ગુજરાત ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક જીતને વધાવવા માટે આજે સાંજે 4 વાગ્યે અમદાવાદ સ્થિત પ્રદેશ ભાજપ મુખ્યાલય 'કમલમ' ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉદ્ધવ સેનાની સત્તાનો અંત!

આ વિજયોત્સવ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન ઢોલ-નગારા, ફટાકડા અને મીઠાઈ વહેંચીને જીતની ખુશી વ્યક્ત કરવામાં આવશે. ગુજરાત ભાજપના નેતાઓનું માનવું છે કે મહારાષ્ટ્રના પરિણામોએ સાબિત કરી દીધું છે કે જનતાનો વિશ્વાસ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અકબંધ છે. 'કમલમ' ખાતે યોજાનારી આ ઉજવણી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કાર્યકરોમાં નવો જોશ ભરશે.

આ પણ વાંચો : Ahmedabad News : દારૂની મહેફિલ અંગે પોલીસનું મોટું નિવેદન, પાર્ટીમાંથી ઝડપાયેલા તમામ લોકોએ નશો કર્યો હતો...