android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : રાજયમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે, LPGની ફાળવણીમાં પણ વધારો કરાશે : પુરવઠા સચિવ મોના ખંધાર

calendar_todayMarch 24, 2026

Gandhinagar News : રાજયમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે, LPGની ફાળવણીમાં પણ વધારો કરાશે : પુરવઠા સચિવ મોના ખંધાર

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતની ચર્ચાઓ વાયુવેગે પ્રસરી જતાં પેટ્રોલ પંપો પર લાઈનો લાગી છે. ત્યારે મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર સજાગ છે. કોઈને તકલીફ નહીં પડે. સરકાર પાસે પૂરતો પુરવઠો છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, હાલની સ્થિતિમાં ભારત અને ગુજરાત પાસે પૂરતો સ્ટોક છે.

પેટ્રોલ અને ડીઝલના જથ્થામાં બાધ નથી

નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, હાલની સ્થિતિમાં ભારત અને ગુજરાતમાં ઈંધણનો પૂરતો સ્ટોક છે. પેટ્રોલ પંપની બહાર લાઈનો ના લગાવો. પેટ્રોલ અને ડીઝલના જથ્થામાં બાધ નથી. હાલમાં કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. ભવિષ્યમાં ભાવફેર કરવાની કોઈ સંભાવના નથી. મુખ્યમંત્રીએ પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. દરેક નાગરિકને અપીલ છે કે, પેનિક થઈને પેટ્રોલ પંપ પર લાઈનો ના લગાવો.

સરકાર એલપીજીની ફાળવણીમાં વધારો કરશે

તેમણે કહ્યું હતું કે, સરકાર એલપીજીની ફાળવણીમાં વધારો કરવા જઈ રહી છે. પીએનજીમાં 10 ટકાની જગ્યાએ 25 ટકા ફાળવણી કરાશે. સરકારે 100 ટકા જથ્થો યથાવત રાખ્યો છે. 1200થી વધુ કનેક્શન આપી શકાય છે. કાળા બજારી કરનારા લોકો પર સતત નજર રાખવામાં આવી રહી છે. વધારાની કિંમત વસૂલવા પ્રયાસ નહીં કરાય. કેટલાક પેટ્રોલ પંપ દ્વારા ત્રણથી ચાર ગણો જથ્થો ઉઠાવવામાં આવ્યો છે. રાજ્યમાં અછતની સ્થિતિ સહેજ પણ નથી.


આ પણ વાંચોઃ Gandhinagar News: લાઈનમાંથી ઓનલાઇન તરફ પ્રજાકીય સુખાકારીનું વધુ એક કદમ