android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : શિક્ષક બનવાનું સપનું થશે સાકાર, રાજ્ય પરીક્ષા બોર્ડે TAT HS ની તારીખ જાહેર કરી

calendar_todayFebruary 5, 2026

Gandhinagar News : શિક્ષક બનવાનું સપનું થશે સાકાર, રાજ્ય પરીક્ષા બોર્ડે TAT HS ની તારીખ જાહેર કરી

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બોર્ડ દ્વારા TAT (Teachers Aptitude Test) હાયર સેકન્ડરીની પરીક્ષાની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ, TAT હાયર સેકન્ડરીની પ્રિલિમિનરી પરીક્ષા આગામી 29 માર્ચના રોજ યોજાશે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે આ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય છે, જેને પગલે લાખો ઉમેદવારો આ જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

રાજ્ય પરીક્ષા બોર્ડ એક્શન મોડમાં

પરીક્ષા પદ્ધતિ મુજબ, જે ઉમેદવારો 29 માર્ચની પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થશે, તેઓને મુખ્ય (મેઈન્સ) પરીક્ષા આપવાની તક મળશે. રાજ્ય પરીક્ષા બોર્ડના જણાવ્યા અનુસાર, TAT હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષા મે મહિનામાં લેવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આ જાહેરાતની સાથે જ શૈક્ષણિક જગતમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ઉમેદવારો પાસે હવે તૈયારી માટે મર્યાદિત સમય હોવાથી તેઓએ રિવિઝન અને પ્રેક્ટિસ પર ભાર મૂકવો પડશે. પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા અને અન્ય સૂચનાઓ ટૂંક સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો : Rajkot ટ્રાફિક પોલીસની દબંગાઈ, પાર્કિંગમાંથી બાઇક ટોઈંગ કરી એડવોકેટ પર કાર ચડાવવાનો પ્રયાસ