calendar_todayOctober 2, 2026
Gandhinagar News: UCC બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી, ગુજરાતમાં સમાન નાગરિક ધારો અમલી બનશે
ગુજરાતમાં ગત માર્ચ મહિનામાં રાજ્ય સરકારે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા UCC વિધેયક પસાર કર્યું હતું. આ વિધેયક બહુમતીથી પસાર થઈ ગયું હતું. UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બની ગયું હતું. આ બિલને હવે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવતા હવે રાજ્યમાં UCCના કાયદાનો ગેજેટ સાથે જ અમલ શરૂ થઈ જશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ગેજેટમાં પણ પ્રસિદ્ધિ કરાઈ છે.