android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: વિધાનસભામાં કોઈપણ સમયે રજૂ થઈ શકે છે UCC બિલ, ભાજપના તમામ MLAને હાજર રહેવા આદેશ

calendar_todayMarch 23, 2026

Gandhinagar News: વિધાનસભામાં કોઈપણ સમયે રજૂ થઈ શકે છે UCC બિલ, ભાજપના તમામ MLAને હાજર રહેવા આદેશ

તાજેતરમાં જ ગુજરાત સરકારને UCC કમિટીએ ફાઈનલ રિપોર્ટ સોંપ્યો હતો. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જ આ રિપોર્ટ સુપ્રત કરાયો હતો. હવે આ કાયદો બનવાની પ્રક્રિયા તેજ કરાઈ છે. વિધાનસભામાં આવતીકાલે કોઈપણ સમયે રાજ્ય સરકાર દ્વારા આ બિલ રજૂ થઈ શકે છે. ભાજપના તમામ ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બિલ રજૂ કરે તેવી ચર્ચાઓ છે. આવતી કાલે કૂલ ચાર બિલ પર ગૃહમાં ચર્ચાઓ કરાશે.

UCC બિલને લઇ સરકારની તૈયારી

ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોર્ડ માટે 2025ની ચોથી ફેબ્રુઆરીએ કમિટીની રચના કરી હતી. આ કમિટીએ એક વર્ષમાં વિવિધ અભિપ્રાયો મેળવ્યા હતાં. ત્યાર બાદ તાજેતરમાં જ આ કમિટી દ્વારા મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગેનો ફાઈનલ રિપોર્ટ સોંપ્યો હતો. આ અંગે કામકાજ સલાહકાર સમિતીની બેઠક પણ મળી હતી. હવે આ બિલ રજૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. વિધાનસભામાં આવતીકાલ સુધીમાં કોઈપણ સમયે આ બિલ રજૂ કરવામાં આવી શકે છે.

ભાજપના તમામ ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવા સૂચના

બીજી તરફ આ બિલને વિધાનસભામાં રજૂ કરવા માટે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભાજપના તમામ ધારાસભ્યોને ગૃહમાં ફરજિયાત હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ત્રણ દિવસ વિધાનસભામાં હાજર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષના નામે ધારાસભ્યોને પત્ર મોકલવામાં આવ્યો છે. વિધાનસભાના સત્રના અંતિમ બે દિવસમાં વિવિધ સાત બિલની ચર્ચાઓ કરાશે. આ ચર્ચાઓમાં ભાજપના ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ Surat News: અનાથ હોવાનું કહી રત્નકલાકાર સાથે લગ્ન કરાવ્યા, પાંચમા દિવસે યુવતી 2 લાખ લઈ ફરાર