android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : બોર્ડ પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગની સ્કૂલોને તાકીદ, સ્કૂલોમાં ફાયર NOC, CCTV લગાવવાની સૂચના

calendar_todayJanuary 24, 2026

Gandhinagar : બોર્ડ પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગની સ્કૂલોને તાકીદ, સ્કૂલોમાં ફાયર NOC, CCTV લગાવવાની સૂચના

રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે તમામ શાળાઓને જરૂરી સુચનાઓ સાથે તાકીદ કરી છે.

ફાયર સેફ્ટી અને સીસીટીવી વ્યવસ્થા ફરજિયાત

પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સ્કૂલોમાં ફાયર સેફ્ટી અને સીસીટીવી વ્યવસ્થાને ફરજિયાત બનાવવામાં આવી છે.

સ્કૂલોએ ફાયર NOC મુખ્ય દરવાજા પર લગાવું પડશે

શિક્ષણ વિભાગના નિર્દેશ અનુસાર, દરેક પરીક્ષા કેન્દ્ર પર ફાયર એનઓસી (Fire NOC) ફરજિયાત રીતે મુખ્ય દરવાજા પર દેખાય તે રીતે લગાવવાની રહેશે.સાથે જ તમામ પરીક્ષા બ્લોકોમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાના રહેશે. બ્લોકની દીવાલ પર સ્પષ્ટ રીતે બ્લોક નંબર અને ઘડિયાળ મૂકવાની પણ સૂચના આપવામાં આવી છે.

પરીક્ષા પહેલા 15 મિનિટથી વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત

પરીક્ષા પ્રક્રિયા દરમિયાન સીસીટીવી દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં 15 મિનિટથી વીડિયો રેકોર્ડિંગ શરૂ કરવું ફરજિયાત રહેશે.

તમામ રેકોર્ડિંગ સુરક્ષિત રીતે સાચવવાના રહેશે

 પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ 15 મિનિટ સુધીનું રેકોર્ડિંગ જાળવવું પડશે. આ તમામ રેકોર્ડિંગ સુરક્ષિત રીતે સાચવવાના રહેશે.

સ્ટ્રોંગરૂમના રેકોર્ડિંગ માટે અલગ ફાઈલ બનાવવાની પણ સૂચના

આ ઉપરાંત, પ્રશ્નપત્રો અને ઉત્તરપત્રો રાખવામાં આવતા સ્ટ્રોંગરૂમના રેકોર્ડિંગ માટે અલગ ફાઈલ બનાવવાની પણ સુચના આપવામાં આવી છે. રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ હોવા જરૂરી હોવાનું શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે.

પરીક્ષા પારદર્શક બનશે

શિક્ષણ વિભાગનું માનવું છે કે આ પગલાંથી બોર્ડ પરીક્ષાઓ વધુ પારદર્શક, સુરક્ષિત અને શિસ્તબદ્ધ રીતે યોજી શકાશે.


આ પણ વાંચો----     Weather News : ગુજરાતમાં ફરી ઠંડીએ પકડયું જોર, બીજી તરફ IMDએ વરસાદની સાથે ઠંડીની આપી ચેતવણી