android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandinagar News: સરકારી હેલિકોપ્ટર અને વિમાન પાછળ એક વર્ષમાં 29.85 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો

calendar_todayFebruary 18, 2026

Gandinagar News: સરકારી હેલિકોપ્ટર અને વિમાન પાછળ એક વર્ષમાં 29.85 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં સરકારી હેલિકોપ્ટર અને પ્લેન પાછળ કરવામાં આવેલા ખર્ચ અંગે કોંગ્રેસ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પૂછેલા સવાલનો સરકારે જવાબ આપ્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો

કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સવાલ કર્યો હતો કે, સરકારી હેલિકોપ્ટર અને પ્લેન પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે, હેલિકોપ્ટર અને વિમાનના સંચાલન, નિભાવ, સમારકામ, જાણવણી પાછળ સરકારે 29.85 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સરકારે 37.96 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી.


આ પણ વાંચોઃ Porbandar News: અરબી સમુદ્રમાં શંકાસ્પદ કેમિકલ સાથે પકડાયેલા બે ઈરાની શખ્સોના ચાર દિવસના રિમાન્ડ મંજૂર