calendar_todayJanuary 10, 2026
સપનાનું ઘર શોધો છો? તો આજે જ મુલાકાત લો ‘GIHED Property Olympiad 2026’ની
અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રિયલ એસ્ટેટ ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત પ્રદર્શન GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડની ૨૦મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સાંજે આ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું. આમાં એક ટેગ લાઇન પણ આપવામાં આવી છે હવે અમદાવાદનો દસકો છે.
વિકાસ સાથે પર્યાવરણનું જતન
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અમદાવાદ હવે વૈશ્વિક વિકાસના પંથે છે. તેમણે ડેવલપર્સને ખાસ અપીલ કરી કે માત્ર ઈમારતો જ નહીં, પણ ગ્લોબલ વોર્મિંગ સામે લડવા 'ગ્રીન કવર', વરસાદી પાણીનો સંગ્રહ અને ઊર્જા બચત પર વધુ ભાર મૂકવો જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સામાન્ય માનવીને પાકા મકાનો મળી રહ્યા છે, જે સુખાકારીનું પ્રતીક છે.
આગામી દસકો અમદાવાદના વિકાસનો
ક્રેડાઈ-ગાહેડના સેક્રેટરી અંકુરભાઈ દેસાઈએ જણાવ્યું કે, અમે 2005થી સતત આ શોનું આયોજન કરીએ છીએ. આ વર્ષે 'પ્રોપર્ટી ઓલિમ્પિયાડ' નામ રાખવા પાછળનું મુખ્ય કારણ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક્સ છે. આ આગામી દસકો અમદાવાદના વિકાસનો છે.
રોકાણ માટે સુવર્ણ તક
આ પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં મુલાકાતીઓને એક જ જગ્યાએ અમદાવાદના અલગ-અલગ વિસ્તારોના ૪૦૦થી વધુ નાના-મોટા પ્રોજેક્ટ્સ જોવા મળશે, જેમાં શહેરના જાણીતા 60થી વધુ બિલ્ડરો ભાગ લીધો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ (૨૦૩૦) અને ઓલિમ્પિક્સ (૨૦૩૬) ની તૈયારીઓને પગલે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બની રહ્યું છે. નિષ્ણાતોના મતે, ૨૦૨૬માં અમદાવાદના રિયલ એસ્ટેટમાં કરેલું રોકાણ આવનારા વર્ષોમાં અનેક ગણું વળતર આપી શકે છે.
જો તમે પણ તમારા સપનાનું ઘર કે રોકાણ કરવા માંગતા હોવ, તો ૧૧ જાન્યુઆરી સુધી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ પ્રોપર્ટી શોની મુલાકાત ચોક્કસ લો.
Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.