android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir somnath: તાલાલાના 400 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે 'ગીરથી ગાંધીનગર' જ્ઞાન યાત્રા યોજાઈ

calendar_todaySeptember 12, 2026

Gir somnath: તાલાલાના 400 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે 'ગીરથી ગાંધીનગર' જ્ઞાન યાત્રા યોજાઈ

તાલાલા-સુત્રાપાડા વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, તેમના જ્ઞાનમાં વધારો થાય...રાજ્યના મહત્વપૂર્ણ શૈક્ષણિક સ્થળોનો અનુભવ મળે તેવા ઉમદા હેતુથી ગીર પંથકના ધારાસભ્ય ભગાભાઈ બારડ દ્વારા ક્ષ્ગીરથી ગાંધીનગર વિશેષ નિઃશુલ્ક જ્ઞાનયાત્રા યોજાઈ હતી.આ જ્ઞાનયાત્રામાં તાલાલા વિધાનસભા મત વિસ્તારના તાલાલા-સુત્રાપાડા તાલુકાનાં 400 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ ગુજરાત વિધાનસભા, કાંકરિયા તળાવ, અક્ષરધામ મંદિર સહિત વિવિધ મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લઈ જ્ઞાન, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાથી અવગત થયાં હતાં..જ્ઞાનયાત્રાનું સૌથી વિશેષ આકર્ષણ વિદ્યાર્થીઓની માનનીય મુખ્યમંત્રી સાથેની મુલાકાત રહ્યું હતું. મુખ્યમંત્રી સાથે મુલાકાત અને સંવાદ કરવાની તક મળતા વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહીત થયાં હતાં.

ગીરથી ગાંધીનગર સુધીની જ્ઞાન યાત્રા અંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ આપણા દેશનું ભવિષ્ય છે. પ્રતિભાશાળી બાળકોને પ્રોત્સાહન આપવાથી તેમને નવા અનુભવો અનેનવી દિશા મળશે.. વિદ્યાર્થીઓના ચહેરા પરનો આનંદ અને ઉત્સાહ જોઈને આ યાત્રા સફ્ળ થયાની ખુશી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો