calendar_todayJanuary 6, 2026
Gir Somnath : DYCM હર્ષ સંઘવી સહિત મંત્રીઓ ગીર સોમનાથમાં, PMના કાર્યક્રમ માટે બેઠક
ગીર સોમનાથ જિલ્લામાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓએ સર્કિટ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠકમાં આવતા દિવસોમાં વડા પ્રધાનના પ્રવાસને લઈ તમામ તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી.
જિલ્લા વહીવટીતંત્રને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું
DYCM હર્ષ સંઘવીએ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું અને આગામી બે દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવા સુચના આપી. જિલ્લા વહીવટીતંત્રને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે, જેથી PMના કાર્યક્રમ દરમિયાન કોઈ અવરોધની શક્યતા ન રહે.
વ્યવસ્થા, સુરક્ષા સહિત બાબતોના આયોજન પર વિશેષ ધ્યાન
બેઠકમાં કાર્યક્રમની વ્યવસ્થા, સુરક્ષા સહિત બાબતોના આયોજન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ