android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir Somnath News: સુત્રાપાડાના ધામળેજ ગામમાં 15 દિવસથી પીવાના પાણીના ધાંધિયા, મહિલાઓએ હલ્લાબોલ કર્યો

calendar_todayMarch 8, 2026

Gir Somnath News: સુત્રાપાડાના ધામળેજ ગામમાં 15 દિવસથી પીવાના પાણીના ધાંધિયા, મહિલાઓએ હલ્લાબોલ કર્યો

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામમાં મહિલાઓએ હલ્લાબોલ મચાવ્યો છે. બંદર વિસ્તારમાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની છે. છેલ્લા 15 દિવસથી ગામમાં પીવાના પાણીની ગંભીર તંગી છે. પાણી માટે મહિલાઓને દૂર દૂર સુધી વલખા મારવા પડે છે.વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી ઉકેલ ન આવતા રોષ ફેલાયો છે. રોષે ભરાયેલી મહિલાઓ તંત્ર સામે આંદોલન પર ઉતરી છે. તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ કરાઈ છે.

તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ

સુત્રાપાડામાં ભર ઉનાળે પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યાં છે. ત્યારે તાલુકાના ધામળેજ ગામમાં પાણીના સંકટથી કંટાળેલી મહિલાઓએ તંત્ર સામે હલ્લાબોલ કર્યું હતું. છેલ્લા 15 દિવસથી ગામમાં પીવાના પાણીની તંગી હોવાથી મહિલાઓ વિફરી હતી. અનેક રજૂઆતો કરવા છતાંય તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં નહીં આવતાં મહિલાઓએ આંદોલન ચાલુ કર્યું છે. ગામમાં છેલ્લા 15 દિવસથી પાણીના સંકટને લીધે ગામમાં લોકોમાં રોષ ફેલાયો છે.


આ પણ વાંચોઃ T20 WC ફાઈનલ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી, બે લોકોની કરી ધરપકડ