android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir Somnath News : સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન યાત્રિકને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી બચાવ્યો જીવ

calendar_todayJanuary 2, 2026

Gir Somnath News : સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન યાત્રિકને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી બચાવ્યો જીવ

ગીર સોમનાથના સોમનાથ મંદિરમાં નૃત્ય મંડપ પાસે યાત્રિક બેભાન થતા હડકંપ મચ્યો હતો, મંદિરની સુરક્ષા પોલીસે સમય સૂચકતા દાખવી CPR આપી યાત્રિકનો જીવ બચાવ્યો હતો, ગોલ્ફ કાર અને 108 એમ્બ્યુલન્સથી યાત્રિક દવાખાને ખસેડાયા હતો અને ત્વરિત સારવારથી યાત્રિકનો જીવ બચ્યો છે, ગુજરાત પોલીસનું “મેં આઈ હેલ્પ યુ” સૂત્ર બન્યું સાર્થક.

હાર્ટ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ

હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ.

શું છે હાર્ટ એટેક

જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો.

હાર્ટ એટેકનાં લક્ષણો

ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે.


આ પણ વાંચો : Surat News : સુરતના ઉત્રાણમાં વાલીની ઓળખ આપી કિશોરીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો