android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir Somnath News: PM મોદી 11 મેએ સોમનાથના પ્રવાસે, રોડ શૉના રૂટ પર સ્વચ્છતા સહિતની તૈયારી

calendar_todayMay 5, 2026

Gir Somnath News: PM મોદી 11 મેએ સોમનાથના પ્રવાસે, રોડ શૉના રૂટ પર સ્વચ્છતા સહિતની તૈયારી

દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય પ્રદર્શન બાદ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો કચ્ચરઘાણ કાઢ્યા બાદ વડાપ્રધાન મોદી આગામી 11મી મેના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપનાના 85 વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને વડાપ્રધાનની મુલાકાતને લઈને તૈયારીઓ તેજ કરી દેવાઈ છે.

જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજાઈ

વડાપ્રધાન મોદી આગામી તા.11 મેના રોજ સોમનાથની એક દિવસીય મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનની આ મુલાકાતને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજાઈ હતી.સોમનાથ મંદિરના દર્શન સહિતની તૈયારીઓને અનુલક્ષી કલેક્ટરે સંલગ્ન વિભાગના શીર્ષ અધિકારીઓને જરુરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતુ. વડાપ્રધાનની મુલાકાતને લઈને સોમનાથનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

સમયમર્યાદામાં કામગીરી કરવા સૂચનાઓ

વડાપ્રધાનની સંભવિત મુલાકાત સંદર્ભે હેલિપેડની વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો જાળવવા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, રોડ-શૉના સમગ્ર રૂટ પર સ્વચ્છતા-બેરિકેટિંગ સહિત આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. ભવ્ય આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાશે. તમામ વિભાગોને સમયમર્યાદામાં કામગીરી કરવા સૂચનાઓ આપી દેવાઈ છે.


આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા