android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir Somnath News: તાલાલામાં ખાખીનો સપાટો, SPની આગેવાનીમાં 300 જવાનોનું મેગા કોમ્બિંગ

calendar_todayFebruary 26, 2026

Gir Somnath News: તાલાલામાં ખાખીનો સપાટો, SPની આગેવાનીમાં 300 જવાનોનું મેગા કોમ્બિંગ

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને ગુનાખોરીને નાબૂદ કરવાના આશય સાથે પોલીસ અધિક્ષક (SP) જયદીપસિંહ જાડેજાની આગેવાનીમાં તાલાલા પંથકમાં મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનથી સમગ્ર પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

300થી વધુ પોલીસ જવાનો મેદાનમાં

તાલાલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં ખુદ 1 SP, 2 DYSP અને 15 જેટલા PSI સહિત LCB-SOGની ટીમો જોડાઈ હતી. કુલ 300થી વધુ પોલીસ જવાનોના કાફલાએ તાલાલાને કિલ્લામાં ફેરવી દીધું હતું અને શંકાસ્પદ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સંવેદનશીલ વિસ્તારોમાં ઘરે-ઘરે તપાસ

પોલીસ ટીમોએ ખાસ કરીને સિદીવાડા, નરસંગ ટેકરી, પાણી કોઠા અને વાડલા જેવા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે ઘરે-ઘરે જઈને તપાસ કરી હતી અને શંકાસ્પદ ઇસમોની કડક પૂછપરછ કરી હતી. આ સાથે જ વાહન ચેકિંગ અને હોટેલ-ગેસ્ટ હાઉસમાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.


https://x.com/sandeshnews/status/2026938656540471732


SP જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુનાખોરી પર અંકુશ મેળવવા અને શાંતિ જળવાઈ રહે તે માટે આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ ઓપરેશનના પગલે અસામાજિક તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.


આ પણ વાંચો - Talala: જમીન વિવાદમાં લોહિયાળ ખેલ મામલે 4 આરોપીઓ જેલના સળિયા પાછળ, 6 શંકાસ્પદોની પૂછપરછ