android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir Somnath SwabhimanParv: શંખ સર્કલથી વીર હમીરજી સ્ટેચ્યુ સુધી 108 અશ્વ સાથે શૌર્ય યાત્રા, PM મોદી જોડાશે

calendar_todayJanuary 11, 2026

Gir Somnath SwabhimanParv: શંખ સર્કલથી વીર હમીરજી સ્ટેચ્યુ સુધી 108 અશ્વ સાથે શૌર્ય યાત્રા, PM મોદી જોડાશે

સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીની જબરદસ્ત ઉજવણી ચાલી રહી છે. હજારો શ્રદ્ધાળુઓ આ ઉજવણીમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. સોમનાથમાં આજે શંખ સર્કલથી વીર હમીરજી સ્ટેચ્યુ સુધી 108 અશ્વ સાથે શૌર્ય યાત્રા યોજાશે. શૌર્ય યાત્રાના રૂટ પર વડાપ્રધાનના સ્વાગત માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

વીર હમીરજી સ્ટેચ્યૂ સુધી શૌર્ય યાત્રા યોજાશે

વડાપ્રધાન સોમનાથમાં આજે 108 અશ્વ સાથે શૌર્ય યાત્રામાં જોડાશે. પીએમના સ્વાગત માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમનું અભિવાદન કરવા માટે લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો સોમનાથ પહોંચ્યા છે. દ્વારકાની દીકરીઓએ વડાપ્રધાનને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે. આજે સોમનાથમાં શંખ સર્કલથી વીર હમીરજી સ્ટેચ્યૂ સુધી શૌર્ય યાત્રા યોજાશે. વડાપ્રધાન મોદી આ યાત્રામાં જોડાશે. ત્યાર બાદ મહાદેવની પૂજા અર્ચના કરશે.


આ પણ વાંચોઃ Gir Somnath SwabhimanParv : તીર્થભૂમિ સોમનાથના પથ્થરો કરે છે ગર્વભેર રણગર્જના, તામ્રપત્રો અને અભિલેખોમાં ધબકતી સનાતન સંસ્કૃતિ