calendar_todayMarch 23, 2026
Goaમાં હેવાનીયતની પરાકાષ્ઠા: કાઉન્સિલરના પુત્રએ 30 સગીરાઓનું કર્યું જાતીય શોષણ, દારૂની મહેફિલમાં છતું થયું ‘પાપ’
ગોવાના કુડચડી (Curchorem) વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સ્થાનિક કાઉન્સિલરના 22 વર્ષીય પુત્ર, સોહમ નાઈક પર આરોપ છે કે તેણે આશરે 25 થી 30 સગીર છોકરીઓનું જાતીય શોષણ કર્યું છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં રોષ અને ગભરાટનું વાતાવરણ ઉભું કર્યું છે, કારણ કે આરોપી એક વગદાર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
ત્રણ વર્ષ સુધી ચાલતો બ્લેકમેલિંગનો સિલસિલો
તપાસમાં બહાર આવ્યું છે કે સોહમ નાઈક છેલ્લા ત્રણ વર્ષથી આ સગીરાઓને નિશાન બનાવી રહ્યો હતો. તે છોકરીઓ સાથે મિત્રતા કે સંપર્ક કેળવીને તેમના વાંધાજનક વીડિયો ઉતારી લેતો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને તે વારંવાર તેમનું શારીરિક શોષણ કરતો અને તેમને ડરાવીને મૌન રાખતો હતો. બદનામીના ડરથી કોઈપણ પીડિતા કે તેમના પરિવારે અત્યાર સુધી પોલીસ ફરિયાદ કરવાની હિંમત કરી ન હતી.
દારૂની પાર્ટીમાં ફૂટ્યો ભાંડો
આ આખી શયતાની કરતૂતનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આરોપી સોહમ તેના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હતો. નશાની હાલતમાં તેણે અહંકારમાં આવીને આ માસૂમ છોકરીઓના ખાનગી વીડિયો તેના મિત્રોને બતાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ વાત બહાર ફેલાઈ અને જ્યારે સ્થાનિક લોકો અને વાલીઓને આ બાબતની જાણ થઈ, ત્યારે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
જનઆક્રોશ અને પોલીસની કડક કાર્યવાહી
ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશGoa Curchorem Minor Exploitation Case, Soham Naik Goa Arrest News ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને આરોપીની તાત્કાલિક ધરપકડની માંગ કરી. વધતા દબાણ અને પુરાવાઓને આધારે પોલીસે રવિવારે મોડી રાત્રે સોહમ નાઈકની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ આરોપીના ફોનની ફોરેન્સિક તપાસ કરી રહી છે જેથી વધુ પુરાવા એકત્ર કરી શકાય અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો