android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Godhra : મોરવા હડફ ખાતે વિકાસકામો તથા જન ફરિયાદોની સમીક્ષા બેઠક યોજાઈ

calendar_todayOctober 14, 2026

Godhra : મોરવા હડફ ખાતે વિકાસકામો તથા જન ફરિયાદોની સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ 72 કલાક વિધાનસભા કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના મોરવા હડફ્ તાલુકાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મહત્તમ માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને જિલ્લાને વિકાસની હરોળમાં લાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રીએ પંચમહાલ જિલ્લામાં શાળાના ભૌતિક વિકાસ માટે શિક્ષકો દ્વારા આપવામાં આવેલા આર્થિક યોગદાનની વિશેષ સરાહના કરી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ મોરવા હડફ્ ખાતે નિર્માણ આધિન રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સિંચાઈ વિભાગના પ્રોજેક્ટ તેમજ નિર્માણાધિન તાલુકા પંચાયત ઓફ્સિ સહિતના વિવિધ પ્રગતિ હેઠળના વિકાસકામોનું જાતનિરીક્ષણ કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તાલુકાના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી પડતર પ્રશ્નો વિશે મંત્રીએ તાલુકામાં સકલંન સમિતિના અધિકારીઓ સાથે બેઠક યોજીને પડતર પ્રશ્નોનો સરકાર કક્ષાએથી રજૂઆત કરીને ઝડપથી નિકાલ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો