android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Godhra: કડાણા તાલુકાના લીમપુર ગામે 13મો પાટોત્સવ ઉજવાયો

calendar_todayApril 22, 2026

Godhra: કડાણા તાલુકાના લીમપુર ગામે 13મો પાટોત્સવ ઉજવાયો

ગોધરા : મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લીમપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશાખ સુદ ત્રીજ તા.19ને રવિવારના રોજ શ્રી હરસિધ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં પાટોત્સવ યોજાયો હતો. જેમાં ગામના યજમાન જતીનભાઈ પરસોત્તમભાઈ પટેલે લઘુરુદ્ર અભિષેક તેમજ શિવજીની સહ પરિવાર પૂજા કરી હતી. ભૂદેવોએ પૂજન અર્ચન કરાવ્યું હતું. ગ્રામજનોની સુખાકારી, પશુપાલન ક્ષેત્રે રક્ષણ, તેમજ પ્રગતિ માટે ભૂદેવોએ આશીર્વાદ પાઠવ્યા હતાં. ગામની બહેનોએ ભજન કીર્તન પણ કર્યું હતું. પાટોત્સવના અંતે થાળ આરતી કરી ગામના વડીલોએ સમૂહ પ્રસાદી યોજી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો