android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Godhra: વિસર્જન યાત્રા નિર્વિધ્ને પૂર્ણ કરવા 4 હજારથી વધુ પોલીસ કર્મી તૈનાત

calendar_todaySeptember 18, 2026

Godhra: વિસર્જન યાત્રા નિર્વિધ્ને પૂર્ણ કરવા 4 હજારથી વધુ પોલીસ કર્મી તૈનાત

ગોધરામાં રવિવારે યોજાનારી ગણેશ વિસર્જન યાત્રા નિર્વિધ્ને પૂર્ણ થાય તે માટે પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા શહેરમાં 4000 થી વધુ પોલીસ કર્મચારીઓનું સુરક્ષા કવચ તૈનાત કરાયું છે. રવિવારે યોજાનારી ગણેશ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટવાના છે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

ગોધરા શહેરમાં આગામી રવિવારે 7માં દિવસે યોજાનારી ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા શહેરના પરંપરાગત રૂટ ઉપરથી નીકળશે. ગણેશ વિસર્જન યાત્રા નિર્વિધ્ને પાર પાડવા તેમજ ગોધરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પંચમહાલ જિલ્લા પોલીસે કમર કસી છે અને એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

પોલીસ ધ્વારા વિસર્જન યાત્રાનું રૂટ નિરીક્ષણ કરી ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમની સાથે શહેરના વિવિધ સમાજના સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ,સામાજિક સેવાકીય સંસ્થાઓના પ્રબુદ્ધ આગેવાનો અને નાગરિકો પણ જોડાઈ રહ્યા છે. જિલ્લા પોલીસ દ્વારા રવિવારે ગણેશ વિસર્જન યાત્રા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગણેશ વિસર્જન યાત્રામાં ખલેલ પહોંચાડનાર ની ખેર નથી.અને જેઓ ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન શહેર જિલ્લાનું વાતવરણ ડહોળવાની કોશિશ કરશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો