android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Godhra: ગોધરાની કોમર્સ કૉલેજના NSSનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

calendar_todayJuly 9, 2026

Godhra: ગોધરાની કોમર્સ કૉલેજના NSSનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

ગોધરા સ્થિત સાર્વજનિક કોમર્સ કોલેજના એન.એસ.એસ એકમ દ્વારા પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓને એન.એસ. એસ.માં રહેવાની ઈચ્છા હતી. તેઓ માટે ખાસ ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પ્રોગ્રામ ઓફ્સિર ડો. અરુણસિંહ સોલંકી એનએસએસ શું છે? તેની સ્થાપના ક્યારે થઈ? ત્યાંથી માંડીને એનએસએસ ની વિવિધ પ્રવૃત્તિઓની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.

એનએસએસ પ્રાર્થના, લક્ષ્ય ગીત, પ્રવૃત્તિઓ સહિતની વિવિધ માહિતી વિદ્યાર્થીઓને અપાઇ હતી. આ પ્રસંગે સિનિયર વિદ્યાર્થીઓએ પણ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની લીડર પ્રાચી મુંજપુરાએ કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો