android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gold Price Today : સોના-ચાંદીના ભાવ ધડામ! આજે કેટલું સસ્તું થયું સોનું?

calendar_todayOctober 21, 2026

Gold Price Today : સોના-ચાંદીના ભાવ ધડામ! આજે કેટલું સસ્તું થયું સોનું?

તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. દશેરા પછી હવે દિવાળીનો વારો છે અને આ સાથે જ ખરીદીની શરૂઆત પણ થઈ ગઈ છે. ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવા માટે લોકો તૈયાર છે. પરંતુ આ બંનેના ભાવમાં કેટલો વધઘટ થઈ રહ્યો છે, તેના વિશે રોજેરોજ સર્ચ કરી રહ્યા છે. જો તમે પણ સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ વિશે જાણવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે. 

કેટલું સસ્તું થયું સોનું?

સોનાને લઈને આજે સારા સમાચાર આવી રહ્યા છે. MCX પર સોનું ગઈકાલ સુધી પ્રતિ 10 ગ્રામે 1,46,630 રૂપિયા પર હતું, જેમાં આજે 0.31% નો ઘટાડો નોંધાયો છે. આ પછી 21 ઓક્ટોબરના રોજ સોનું 451 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામે 1,46,179 રૂપિયા પર આવી ગયું છે.

દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ

શહેર24 કેરેટ સોનાની કિંમત22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી1,46,2301,34,050
મુંબઈ1,46,0801,33,900
કોલકાતા1,46,080
1,33,900
ચેન્નઈ1,46,0801,33,900
અમદાવાદ1,46,1301,33,950
રાજકોટ1,46,1301,33,950

આજે શું છે ચાંદીના ભાવ?

ચાંદીની વાત કરીએ તો ગઈકાલ સુધી MCX પર પ્રતિ કિલોગ્રામ 2,10,480.00 રૂપિયા પર ચાલી રહેલી ચાંદીમાં પણ આજે ઘટાડો નોંધાયો છે. ચાંદીમાં 21 ઓક્ટોબરના રોજ 0.26% નો ઘટાડો આવ્યો છે. આ સાથે જ ચાંદીના ભાવમાં પણ 545 રૂપિયાનો કડાકો બોલાયો છે અને તે પ્રતિ કિલોગ્રામ 2,09,935 રૂપિયા પર વેપાર કરતી જોવા મળી રહી છે.

સોનું અને ચાંદી ખરીદતી વખતે શું જોવું જોઈએ?

સોનું અને ચાંદી ખરીદતી વખતે શું જોવું જોઈએ? સોનું ખરીદતી વખતે BIS હોલમાર્ક અને 6 અંકનો HUID કોડ જરૂર જોવો જોઈએ. આ સિવાય સોનાની શુદ્ધતા તપાસવી પણ જરૂરી છે. જો તમે સોના કે ચાંદીના દાગીના ખરીદી રહ્યા છો તો મેકિંગ ચાર્જ વિશે માહિતી મેળવી લો.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો-Udta Teer : આયુષ્માન ખુરાનાને મોટો ઝટકો! નેપાળમાં ફિલ્મ ઉડતા તીર પર પ્રતિબંધ, સરકારે ન આપી રિલીઝની મંજૂરી