android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gold Silver Rate Today: લગ્નસરાની સિઝન વચ્ચે સોના ચાંદીમાં તેજી, જાણી લો આજનો લેટેસ્ટ ભાવ

calendar_todayFebruary 9, 2026

Gold Silver Rate Today: લગ્નસરાની સિઝન વચ્ચે સોના ચાંદીમાં તેજી, જાણી લો આજનો લેટેસ્ટ ભાવ

સોમવાર 9 ફેબ્રુઆરીના રોજ ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 માર્ચ, 2026 ની સમાપ્તિ તારીખવાળા સોનાના વાયદા ₹1,54,224 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યા. છેલ્લા ટ્રેડિંગ દિવસે, સોનું ₹1,53,931 પર બંધ થયું.

આજે સોનાનો ભાવ 

9 ફેબ્રુઆરીના રોજ સવારે 9:45 વાગ્યે, 5 માર્ચની સમાપ્તિ તારીખવાળા સોનાનો ભાવ MCX પર ₹1,55,674 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે પાછલા દિવસના બંધ ભાવ કરતા આશરે ₹1,800 નો વધારો દર્શાવે છે. MCX સોનું શરૂઆતના ટ્રેડિંગમાં ₹1,5700 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

આજે ચાંદીના ભાવ

5 માર્ચ, 2026ની સમાપ્તિ તારીખ ધરાવતી ચાંદી MCX પર પ્રતિ કિલો ₹260301 પર ટ્રેડ થઈ રહી છે. આ પાછલા દિવસના બંધ ભાવ કરતાં આશરે ₹10400 નો વધારો દર્શાવે છે. શરૂઆતના વેપારમાં MCX ચાંદી ₹ 264885ની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. દિલ્હી અને મુંબઈમાં 10 ગ્રામ ચાંદી ₹ 2849માં વેચાઈ રહી છે. ગ્રાહકોએ 100 ગ્રામ ચાંદી ખરીદવા માટે ₹28490 ખર્ચ કરવા પડશે. ચેન્નાઈ અને કોલકાતામાં 10  ગ્રામ ચાંદીનો ભાવ ₹2849 છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,58,890 1,45,650
 રાજકોટ 1,58,890 1,45,650
વડોદરા 1,58,890 1,45,650
સુરત 1,52,400 1,39,700
દિલ્હી 1,58,990 1,45,750
મુંબઈ 1,58,840 1,45,600