android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gondal : રજા પર હતી, છતાં ગોંડલ પહોંચી... પોસ્ટ ઓફિસ બહાર રાજકોટની યુવતીએ ભર્યું ચોંકાવનારું પગલું

calendar_todaySeptember 2, 2026

Gondal : રજા પર હતી, છતાં ગોંડલ પહોંચી... પોસ્ટ ઓફિસ બહાર રાજકોટની યુવતીએ ભર્યું ચોંકાવનારું પગલું

ગોંડલ શહેરમાં પોસ્ટ ઓફિસ બહાર રાજકોટની એક યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. અગમ્ય કારણોસર યુવતીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

રાજકોટની રહેવાસી અને પોસ્ટ ઓફિસ કર્મચારી

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના સદર બજાર સ્થિત હેડ પોસ્ટ ઓફિસમાં જ ફરજ બજાવતી 27 વર્ષીય સ્વાતિ ગડોધરા હાલ રજા પર હતી. યુવતી રાજકોટના બજરંગ વાડી વિસ્તારની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

રજા પર હોવા છતાં ગોંડલ પહોંચીને ભર્યું પગલું

ચોંકાવનારી વાત એ છે કે યુવતી રજા પર હોવા છતાં ગોંડલ પહોંચી હતી અને ત્યાં પોસ્ટ ઓફિસ બહાર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવતીએ આવું આત્મઘાતી પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી

ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવતીને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

હાલત ગંભીર થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ

યુવતીની તબિયત વધુ ગંભીર જણાતાં તેને એમ્બ્યુલન્સ મારફતે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ યુવતી સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.

ગોંડલ ‘એ’ ડિવિઝન પોલીસ તપાસમાં

રજા પર હોવા છતાં યુવતી ગોંડલ કેમ આવી અને પોસ્ટ ઓફિસ બહાર જ આ પગલું કેમ ભર્યું તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. ઘટનાની જાણ થતાં ગોંડલ ‘એ’ ડિવિઝન પોલીસે હોસ્પિટલ પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. યુવતીએ ઝેરી દવા પીવા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.  


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ