calendar_todayJanuary 27, 2026
Gondal: 2019ના હત્યા કેસમાં ન્યાય, સેશન્સ કોર્ટે મુખ્ય આરોપીને ફટકારી આજીવન કેદ
ગોંડલ સેશન્સ કોર્ટે વર્ષ 2019માં થયેલી એક ચકચારી હત્યાના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવેલા આ આકરા આદેશથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વર્ષ 2019માં ગોંડલ શહેરમાં થયેલી હત્યાનો ચુકાદો
વર્ષ 2019માં ગોંડલ શહેરમાં થયેલી હત્યાના ગુનામાં હુસેનભાઈ મકસૂદભાઈ શેખા સામે ગુનો નોંધાયો હતો. આ કેસ ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (PP) બીપિનભાઈ ખંઢેરિયા અને સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયાએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો અને પુરાવાઓ રજૂ કર્યા હતા.કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મુખ્ય આરોપી હુસેનભાઈ શેખાને હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે.
આ પણ વાંચો:Mahisagar: વીરપુરના બારોડા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, બે આશાસ્પદ યુવકોના મોત