android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
GPSC Recruitment 2026: 9 નવી મનપાઓ સહિત વિવિધ વિભાગોમાં 279 જગ્યાઓ માટે ભરતી જાહેર, પ્રથમવાર શરૂ થઈ આ ખાસ સિસ્ટમ

calendar_todayJanuary 31, 2026

GPSC Recruitment 2026: 9 નવી મનપાઓ સહિત વિવિધ વિભાગોમાં 279 જગ્યાઓ માટે ભરતી જાહેર, પ્રથમવાર શરૂ થઈ આ ખાસ સિસ્ટમ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના વિવિધ વિભાગો અને નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 23 સંવર્ગની 279 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ભરતીમાં પ્રથમવાર ઘણી નવી પદ્ધતિઓનો અમલ કરવામાં આવ્યો છે.

કયા વિભાગોમાં થશે ભરતી?

આ ભરતી પ્રક્રિયા અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી, 9 નવી મહાનગરપાલિકાઓ, પાણી પુરવઠા વિભાગ, હાઉસિંગ બોર્ડ તથા રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગનો સમાવેશ થાય છે. જેમાં મેડિકલ ઓફિસર, ટાઉન પ્લાનર, અધિક સિટી ઇજનેર અને તબીબી અધિકારી જેવી 13 અલગ-અલગ કેડરની જગ્યાઓ ભરવામાં આવશે.

મહત્વની તારીખો અને પરીક્ષા પદ્ધતિ

  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 16 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
  • પરીક્ષાની તારીખ: તમામ જાહેરાતો માટે પ્રિલિમ પરીક્ષા 26 એપ્રિલના રોજ લેવાશે.
  • પેપર સ્ટાઇલ: પ્રથમ પેપર સામાન્ય જ્ઞાનનું 100 માર્કનું અને બીજું પેપર શૈક્ષણિક લાયકાત મુજબ 200 માર્કનું રહેશે.

પ્રથમવાર 'વન ટાઈમ રજિસ્ટ્રેશન' અને 'કાઉન્સિલિંગ'

GPSC એ ઉમેદવારોની સુવિધા માટે પ્રથમવાર પરમેનેન્ટ વન ટાઈમ રજિસ્ટ્રેશન પદ્ધતિ ફરજિયાત કરી છે, જે મોબાઈલ નંબરના આધારે હાથ ધરાશે. આ ઉપરાંત, પરીક્ષા અને ઇન્ટરવ્યુ બાદ પ્રથમવાર 'કાઉન્સિલિંગ' પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં મેરિટના આધારે ઉમેદવારો પોતાની પસંદગીની મહાનગરપાલિકામાં પોસ્ટિંગ મેળવી શકશે. 9 મનપાઓની 202 જગ્યાઓ માટે ઉમેદવારોને પ્રેફરન્સ (પસંદગી) આપવાની તક મળશે.


આ પણ વાંચો - Surat News: આણંદથી આંતરરાજ્ય 'ચીકલીગર ગેંગ'ના 4 સાગરીતો ઝડપાયા, 14થી વધુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો