calendar_todaySeptember 3, 2026
GSRTC : નોકરીની મોટી તક, 2510 હેલ્પરની ભરતી જાહેર, 7 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી શરૂ
ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે GSRTC દ્વારા હેલ્પરની કુલ 2510 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતી માટે ઉમેદવારો 7 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકશે. GSRTC દ્વારા જાહેર કરાયેલી ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને 5 વર્ષ માટે ફિક્સ પગારના ધોરણે નિમણૂક આપવામાં આવશે.
5 વર્ષ માટે 21,100 રૂપિયા ફિક્સ પગાર
હેલ્પરની જગ્યાઓ પર ભરતી પામનારા ઉમેદવારોને 5 વર્ષ સુધી દર મહિને 21,100 રૂપિયાના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. મોટી સંખ્યામાં જગ્યાઓ જાહેર થતાં નોકરી ઇચ્છુક ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પૂર્વ સૈનિકો માટે 502 જગ્યાઓ અનામત
કુલ 2510 જગ્યાઓમાંથી 502 જગ્યાઓ પૂર્વ સૈનિક ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
દિવ્યાંગ ઉમેદવારો માટે 52 જગ્યાઓ અનામત
GSRTCની આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ 52 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. ભરતી પ્રક્રિયા અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
7 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી
હેલ્પરની 2510 જગ્યાઓ માટે ઉમેદવારો 7 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં ભરતીની શરતો, લાયકાત, વયમર્યાદા અને અન્ય વિગતો સત્તાવાર જાહેરાતમાં તપાસવી જરૂરી રહેશે.
આ પણ વાંચો : Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ