android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat ATSની બાજ નજર: PSI બનવાની તૈયારી કરતો યુવક પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હોવાનો ખુલાસો

calendar_todayApril 23, 2026

Gujarat ATSની બાજ નજર: PSI બનવાની તૈયારી કરતો યુવક પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હોવાનો ખુલાસો

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ દેશમાં અશાંતિ ફેલાવવાના અને કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપવાના મનસૂબા ધરાવતા બે યુવકોની ધરપકડ કરી છે. ઇરફાન પઠાણ અને મુરશદ નામના આ બે આરોપીઓ ભારતમાં ISIS જેવું મોડ્યુલ ઊભું કરવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા અને હિંસક વિચારધારાનો પ્રસાર કરી રહ્યા હતા.

શિક્ષિત યુવક કટ્ટરપંથી પંથે: PSIની પરીક્ષા પાસ કરી હતી

ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી ઇરફાન પઠાણ સિદ્ધપુરનો રહેવાસી છે અને તેણે MSC સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે ઇરફાન ગુજરાત પોલીસમાં જોડાવવા માટે PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ની શારીરિક કસોટી (Physical Test) પણ પાસ કરી ચૂક્યો હતો. તે લેખિત પરીક્ષા આપે તે પહેલા જ ATSએ તેના દેશવિરોધી મનસૂબા શોધી કાઢીને તેને દબોચી લીધો હતો. આ આરોપીઓ પોતાના જેવી જ માનસિકતા ધરાવતા યુવાનોને એકઠા કરી ફંડિંગ અને હથિયારો મેળવવા માટેના પ્રયાસોમાં પણ કાર્યરત હતા.

RSSના નેતાઓ ટાર્ગેટ પર, 12થી 13 વોટ્સએપ ગ્રુપ હતા એક્ટિવ

તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓના નિશાના પર ભારતના જાણીતા રાજકીય નેતાઓ અને RSSના લીડરો હતા. કટ્ટરપંથી વિચારો ફેલાવવા માટે તેઓએ વોટ્સએપ પર 12થી 13 જેટલા ગ્રુપ એક્ટિવ કર્યા હતા. આ ગ્રુપમાં તેઓ ISIS અને અન્ય આતંકી સંગઠનોના વીડિયો અને મેસેજ વાયરલ કરતા હતા. હાલમાં આ ગ્રુપમાં અન્ય 13 જેટલા સભ્યો હોવાની માહિતી મળી છે, જેમના પર ATSની ચાંપતી નજર છે.

FSL તપાસ અને રેકી અંગે પૂછપરછ તેજ

ATS હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ બંને આરોપીઓએ કોઈ ચોક્કસ નેતા કે લીડરની રેકી કરી હતી કે કેમ. આરોપીઓના મોબાઈલ ફોન વધુ વિગતો અને ડિલીટ કરાયેલા ડેટા મેળવવા માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. આ તપાસ બાદ આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય નામો અને મોટા ખુલાસા થવાની પૂરેપૂરી સંભાવના છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો