android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat BJPમાં ચૂંટણીનો ધમધમાટ , આવતીકાલથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

calendar_todayMarch 30, 2026

Gujarat BJPમાં ચૂંટણીનો ધમધમાટ , આવતીકાલથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલથી સમગ્ર રાજ્યમાં ભાજપની 'સેન્સ' પ્રક્રિયા શરૂ થશે, જેમાં પક્ષના વરિષ્ઠ નિરીક્ષકો દરેક જિલ્લા અને તાલુકા મથકોએ જઈને સંભવિત ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓના અભિપ્રાય લેશે.


5 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ


પ્રદેશ નેતૃત્વ દ્વારા તમામ શહેર જિલ્લા એકમોને કડક સૂચના આપવામાં આવી છે કે આ સમગ્ર પ્રક્રિયા આગામી 5 દિવસમાં પૂર્ણ કરી દેવી. આ માટે પક્ષે ખાસ નિરીક્ષકોની ટીમો તૈયાર કરી છે. દરેક ટીમમાં 1 મહિલા સહિત કુલ 3 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ સંતુલિત અને તટસ્થ અભિપ્રાય મેળવવાનું કામ કરશે.


જિલ્લા કાર્યાલયો ખાતે દાવેદારોનો જમાવડો


નિરીક્ષકોની ટીમ નિયત કરાયેલા શહેર જિલ્લા ભાજપ કાર્યાલયો ખાતે ઉપસ્થિત રહેશે અને ટિકિટ મેળવવા ઈચ્છતા દાવેદારોને વ્યક્તિગત રીતે સાંભળશે. આ પ્રક્રિયા દરમિયાન દાવેદારની લોકપ્રિયતા, સંગઠન સાથેનું જોડાણ અને જીતવાની ક્ષમતા જેવા પરિબળોને પ્રાધાન્ય આપવામાં આવશે.

પસંદગીની અંતિમ મહોર


સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો અહેવાલ પ્રદેશ ચૂંટણી સમિતિને સોંપશે. ત્યારબાદ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે.