android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat BJP : પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું નિવેદન, AI સમિટમાં રાહુલ ગાંધીએ ચીન, પાક.ના ઇશારે નાદાની કરી

calendar_todayFebruary 21, 2026

Gujarat BJP : પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું નિવેદન, AI સમિટમાં રાહુલ ગાંધીએ ચીન, પાક.ના ઇશારે નાદાની કરી

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં NDAનું શાસન છે અને વિકસીત ભારત 2047ના સપના વડાપ્રધાન જોઇ રહ્યા છે.

 યુથ કોંગ્રેસના નેતાના પેટમાં તેલમાં રેડ રેડાયું

જગદીશ વિશ્વકર્માએ દિલ્હીમાં યોજાયેલી AI સમિટનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, વિશ્વના અનેક દેશો અને વૈશ્વિક લીડર આ સમિટમાં જોડાયા હતા. જે જોઇને યુથ કોંગ્રેસના નેતાના પેટમાં તેલમાં રેડ રેડાયું હતું.

રાહુલ ગાંધી ચીન અને પાકિસ્તાનના ઈશારે નાદાની કરી રહ્યા છે

તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ચીન અને પાકિસ્તાનના ઈશારે નાદાની કરી રહ્યા છે. યુથ કોંગ્રેસના લોકોએ AI સમિટમાં વરવું દ્રષ્ય કર્યું છે.

 AI સમિટમાં કરેલું કાર્ય ક્યારેય માફ ન થાય એવું કૃત્ય છે

તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પોતાની કબર જાતે ખોદી રહી છે. ભારતના તમામ લોકો આવીને આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. દેશની જનતા તેમને સબક શીખવશે. AI સમિટમાં કરેલું કાર્ય ક્યારેય માફ ન થાય એવું કૃત્ય છે.


આ પણ વાંચો----     Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો